Western Times News

Gujarati News

બોલિવૂડે મારા માતા અને પિતાની મજાક ઉડાવી : મિમોહ

મિથુન ચક્રવર્તીના પુત્રની આપવીતી
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મિમોહ ચક્રવર્તીએ પોતાના કરિયર અને પર્સનલ લાઇફને લઈને વાતચીત કરી હતી
મુંબઈ,
બોલિવૂડમાં એકથી એક શાનદાર પાત્ર ભજવી પોતાની કારકિર્દીને સફળ બનાવનારા મિથુન ચક્રવર્તીના દીકરાએ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ, તેને સફળતા ન મળી. ફિલ્મોની અસફળતાના કારણે તેને ખૂબ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ટીકાઓની વચ્ચે અમુક લોકોએ મિમોહ સાથે તેના માતા-પિતાની પણ મજાક ઉડાડવામાં આવી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મિમોહ ચક્રવર્તીએ પોતાના કરિયર અને પર્સનલ લાઇફને લઈને વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે, ‘જ્યારે હું ફિલ્મોમાં અસફળ રહ્યો તો લોકોએ મારા માતા-પિતાની મજાક કરવાની શરૂ કરી દીધી.

મારા પિતાના કામનું કોઈ મજાક ન કરી શકે. જોકે, ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકોએ મારા દ્વારા તેમની મજાક કરી હતી. જ્યારે આ લોકોએ મારી માતા (યોગિતા બાલી)ને ટાર્ગેટ કરી તો મને લાગ્યું કે, આ હવે વધારે થઈ ગયું છે. હું કહેવા ઈચ્છું છું કે, આ વાતોમાં મારી માતાને સામેલ ન કરો.’મિમોહના કરિયર ળન્ટની વાત કરીએ તો તેણે થોડા સમય પહેલાં જ વેબ સીરિઝ ‘ખાકી-ધ બંગાલ ચેપ્ટર’માં કામ કર્યું હતું. આ સિવાય તેણે ‘ઓય ભૂતની કે’, ‘મેં મુલાયમસિંહ યાદવ’, ‘રોષ’, ‘જોગીરા સારા રા રા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.