બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પાસે ચાર મોંઘી બાઇક્સ
અક્ષય કુમાર પાસે હાર્લી ડેવિડસન વી-રોડ બાઇક છે, આ બાઇક તેને જાેન અબ્રાહમ દ્વારા આપવામાં આવી હતી
મુંબઈ: બોલિવૂડ ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર ભારતના પ્રખ્યાત સ્ટાર્સમાંના એક છે. અભિનેતા શરૂઆતથી જ તેમની બહેતરીન અદાકારી માટે જાણીતા છે. તે જ સમયે, તે હંમેશા તેમની ફિટનેસને લઈને હમેશા ચર્ચામાં રહે છે. જ્યાં ઘણી વખત લોકો તેમને ભારતના ટોમ ક્રુઝ પણ કહે છે. અભિનેતાએ શરૂઆતથી જ તેમની ફિટનેસ પર ધ્યાન આપ્યું છે. આ જ કારણ છે કે તેમણે થાઇલેન્ડ જઈને બોક્સિંગ પણ શીખી, તે તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ છે, જ્યાં અભિનેતા હવે ભારતમાં તાઈક્વાન્ડોને પ્રખ્યાત બનાવવામાં વ્યસ્ત છે. આ સાથે, તેમને બાઇકનો પણ ખૂબ શોક છે. તો ચાલો જાેઈએ કે આજે અક્ષય કુમાર પાસે કેટલા અને કયા બાઇક છે.
અક્ષય કુમાર પાસે હાર્લી ડેવિડસન વી-રોડ બાઇક છે. આ બાઇક તેમને જાેન અબ્રાહમ દ્વારા આપવામાં આવી હતી જ્યારે તેમની ફિલ્મ ગરમ મસાલા હિટ બની હતી. આ બાઈકની કિંમત ૧૦ લાખ રૂપિયા છે. અક્ષય કુમારની પાસે યામાહા વી-મેક્સ પણ છે. ક્રુઝર બાઇક્સનો પણ ખૂબ શોખ છે. જેના કારણે તેમણે તેમની ફિલ્મ દેશી બોયઝમાં આ બાઈકનો ઉપયોગ કર્યો હતો. આ બાઈકની કિંમત ૨૭ લાખ રૂપિયા છે. પરંતુ હવે આ બાઈક ભારતમાં વેચાતી નથી. કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું છે.
અક્ષય કુમારની પાસે હોન્ડા એક્સઆરવી ૭૫૦ બાઈક પણ છે. અક્ષયે આ હોન્ડા આફ્રિકા ટ્વીનનો ઘણો ઉપયોગ કર્યો છે. તે તેમની આ બાઈકથી શૂટિંગ માટે જતા હતા. એટલું જ નહીં, આ બાઈક હોન્ડા આફ્રિકા ટ્વીનનું જૂનું મોડેલ છે. અક્ષય પાસે આ તેમની સૌથી જૂનું બાઈક છે. આ વાહનની કિંમત ૧૫ લાખ રૂપિયા છે. અક્ષય કુમાર પાસે કસ્ટમ રોયલ એનફિલ્ડ થંડરબર્ડ ૩૫૦ બાઈક પણ છે. જે તેમણે પોતાની ફિલ્મ ઓહ માય ગોડમાં ચલાવી હતી. અક્ષય કુમાર ઘણી વખત પોતાની આ બાઈક સાથે મુંબઇની સડકો પર સ્પોર્ટ થતા હોય છે.