બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીએ કેમ લૉક કર્યું કૉમેન્ટ બોક્સ?
થાઈલેન્ડથી મંદિરા બેદીએ બિકિનીમાં શેર કર્યા ફોટો.
ભલે અત્યારે ફિલ્મોમાં બહુ જાેવા નથી મળતી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
મુંબઈ,બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી ભલે અત્યારે ફિલ્મોમાં બહુ જાેવા નથી મળતી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. મંદિરા બેદી અત્યારે રજાઓ માણવા માટે થાઈલેન્ડના ફુકેટમાં ગઈ છે. જ્યાં તેણે હૉટ બિકિનીમાં કેટલાંક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. હવે મંદિરા બેદીના આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે જેની કેટલાંક લોકો ટીકા પણ કરી રહ્યા છે. મંદિરા બેદીએ તેના દોસ્તના બર્થ ડે પર સ્વિમિંગ પૂલમાં બિકિનીમાં દોસ્ત સાથેના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.
મંદિરા બેદીએ આ ફોટો શેર કરતા લખ્યું કે હેપ્પી બર્થ ડે આદિ. આ ફોટોગ્રાફ્સ દેખાડે છે કે તું મારા માટે શું છે? આપણે એકબીજાને ઘણાં વર્ષોથી ઓળખીએ છીએ. હું તારા પર ખૂબ ભરોસો કરું છું. તું હંમેશાં ખુશ અને સફળ રહે. તું ૧૭ વર્ષની ઉંમરથી મારો દોસ્ત છે. હવે સોશિયલ મીડિયા પર આ ફોટોગ્રાફ્સ જાેતાં જ કેટલાંક લોકો મંદિરા બેદીની ટીકા કરી રહ્યા છે. કારણકે થોડા મહિના પહેલા જ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થયું હતું. મંદિરા બેદીએ પોતાના આ ફોટોગ્રાફ્સમાં કોમેન્ટ બોક્સ લૉક કરી દીધું છે.
જુઓ મંદિરા બેદીના ફોટોગ્રાફ્સ. ગત વર્ષે મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. મંદિરા બેદી અને રાજ કૌશલે તારીખ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના દિવસે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ સંતાનનો જન્મ વર્ષ ૨૦૧૧માં થયો અને ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૨૦માં એક દીકરી દત્તક લીધી. રાજ કૌશલે ‘પ્યાર મે કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘એન્થની કૌન હૈ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. ‘માય બ્રધર નિખિલ’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘પ્યાર મે કભી કભી’ ફિલ્મના તેઓ પ્રોડ્યુસર પણ હતા. ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેખુદી’ના તેઓ સ્ટંટ ડિરેક્ટર હતા. રાજ કૌશલે ૧૯૯૯માં મંદિરા બેદી સાથે લવ મેરેજ કર્યા હતા.
રાજ અને મંદિરાની પહેલી મુલાકાત ૧૯૯૬માં થઈ હતી. રાજ ત્યારે એડ ફિલ્મ્સ બનાવતી કંપનીમાં કામ કરતા હતા અને ફિલિપ્સની એડ માટે તેમને એક યુવતીની જરુર હતી. મંદિરા ત્યારે ‘શાંતિ’ સીરિયલને કારણે ઘણી લોકપ્રિય હતી. પહેલી મુલાકાત પછી તેમનામાં સારી મિત્રતા થઈ હતી અને પછી તેમણે લગ્ન કર્યા.sss