બોલિવૂડ ડ્રગ્સ કેસ : એનસીબીએ બે ડ્રગ પેડલરની ધરપકડ કરી
મુંબઇ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે જાેડાયેલા બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મલાડ, પરેલ અને સાન્તાક્રૂઝ વિસ્તારમાં રેડ પાડ્યા પછી દ્ગઝ્રમ્ની ટીમને વધારે માત્રામાં ડ્રગ્સ મળ્યું છે. તપાસમાં ખબર પડી છે કે, બંને આરોપીઓ બોલિવૂડ સાથે જાેડાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતા હતા. તેમાં સુશાંત સિંહ રાજપૂતનો સ્ટાફ સામલે હતો.
પકડેલા બંને આરોપીમાંથી એક પોલીસ બનવા માટે સિલેક્ટ પણ થઇ ગયો હતો. એનસીબી મુંબઈ તરફથી મળેલી જાણકારી પ્રમાણે, એલએસડી(એક પ્રકારનું ડ્રગ)ની ૮૦ હિટલરની બાયોગ્રાફી બુકમાં છુપાવીને રાખી હતી. તેને એક પાર્સલની મદદથી વિલે પાર્લેની પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું. તેને ડાર્ક નેટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યું હતું અને પેમેન્ટ બિટકોઈનથી કર્યું હતું. એનસીબી હેડ સમીર વાન ખેડેએ કહ્યું, આ એલએસડી યુરોપિયન દેશમાંથી મંગાવ્યા હોવાની જાણકારી મળી છે. હાલ તપાસ ચાલુ છે.
એલએસડીને દુનિયાભરમાં સૌથી શક્તિશાળી મૂડ ચેન્જિંગ કેમિકલના રૂપે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારના એસિડનો પ્રકાર છે. ડ્રગનું ફુલ ફોર્મ લાઈસેર્જિક એસિડ ડાયથાલેમાઈડ છે. પહેલાં તેને ક્રિસ્ટલ રૂપે તૈયાર કરવામાં આવે છે અને પછી લિક્વિડ ફોર્મમાં ફેરવીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તેના સેવનથી વ્યક્તિ બીજી દુનિયામાં પહોંચી જાય છે અને તેવો ભ્રમ થવા લાગે છે. આમ તો એલએસડીના ઘણા બધા ફોર્મ છે પણ પરંતુ સૌથી ફેમસ ફોર્મ ટપાલ ટિકિટ જેવું હોય છે
એલએસડી લીધાને ૧૫ મિનિટ પછી તમારું મગજ શરીરનો સાથ છોડવા લાગે છે. તેને લીધે તેને જે દેખાય છે તેના પર વિશ્વાસ આવતો નથી. પરસેવો વળવો અને રૂવાંટા ઊંચા થઇ જવા જેવા લક્ષણો દેખાય છે. ન્જીડ્ઢ લેનારા મોટાભાગના લોકોને તેમના પાછલા જન્મની વાતો યાદ આવે છે. આ નશો કર્યા પછી કોઈ એક રંગ વ્યક્તિના મન પર હાવી થઇ જાય છે અને તેને બધી વસ્તુઓ એક જ રંગની દેખાય છે. એટલું જ નહિ પણ ન્જીડ્ઢ એકવાર લીધા પછી વધારે નશો કરવાનું આપોઆપ મન થાય છે.