બોલિવૂડ પાર્ટીઓમાં ડ્રગ્સ સામાન્ય વાત થઈ ગઈ
મુંબઈ, સુશાંતના મોત બાદ હાલમાં જ આર્યન ખાનના ડ્રગ્સ કાંડ બાદ બોલીવુડ ફરી એક વખત ખરાબ કારણોને કારણે ચર્ચામાં આવી ગયું છે. બોલીવુડ સિતારાઓ દ્વારા અપાતી પાર્ટીઓમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓનો ખરો રંગ જાેવા મળે છે. સામાન્ય રીતે બોલીવુડની પાર્ટીઓમાં સ્ટાર ગેસ્ટ લિસ્ટ અને સ્ટાર્સના આકર્ષક કપડાંઓ ચર્ચામાં રહે છે.
પણ અનેક એવી બોલીવુડ પાર્ટીઓ છે કે જે ખરાબ કારણોને લીધે સમાચારોની હેડલાઈનમાં ચર્ચાઈ ઉઠી છે. બોલીવુડની પાર્ટીઓમાં ડ્રગ્સ તો સામાન્ય વાત છે, પણ આ પાર્ટીઓમાં ડ્રગ્સ સિવાય પણ ઘણું બધું થાય છે અને અનેક વખત સ્ટાર્સ વચ્ચે બબાલોને કારણે પણ આ પાર્ટીઓ ચર્ચાનો વિષય બની ચૂકી છે. કરણ જાેહર અવારનવાર પોતાની પાર્ટીઓને કારણે ચર્ચામાં આવતો હોય છે.
કરણ જાેહર બોલીવુડમાં સૌથી મોંઘીદાટ પાર્ટીઓ આપવા માટે જાણીતો છે. અને તેની પાર્ટીમાં બોલીવુડના ટોચનાં એક્ટર્સ ઉપસ્થિત રહે છે. પણ ૨૦૧૯માં કરણ જાેહરની એક પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેણે ભારે વિવાદ સર્જ્યો હતો. વિડીયોમાં બોલીવુડનાં સિતારાઓ નશામાં ચકચૂર હોવાનું જાેઈ શકાતું હતું.
આ વિડીયોમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, વરુણ ધવન, શાહિદ કપૂર, વિકી કૌશલ, મલાઈકા અરોરા સહિતનાં સિતારાઓ સામેલ હતા. આ વિડીયો અંગે કરણ જાેહરે કહ્યું હતું કે, આ પાર્ટીમાં તેની માતા પણ હાજર હતા અને પાર્ટીમાં જાે ગેરકાયદે પ્રવૃતિ થઈ હોત તો હું તેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ ન કરત.
જે બાદ એનસીબી દ્વારા ક્લિન ચીટ પણ આપવામાં આવી હતી. સંજય દત્તની અગ્નિપથ ફિલ્મની ભવ્ય સફળતા મુંબઈમાં નાઈટ ક્લબના એક માલિકે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડની એ કેટેગરીના અનેક સિતારાઓ સામેલ હતા.
આ પાર્ટીમાં શાહરૂખ ખાન અને ફરાહ ખાનના પતિ શિરિશ કુંદર વચ્ચે બબાલ થઈ હતી અને એવો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે, શાહરૂખે શિરિશને લાફો પણ માર્યો હતો. રિપોર્ટના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં શિરિશ કુંદર શાહરૂખની સામે જાેઈ રહ્યો હતો, તેવામાં શાહરૂખે પિત્તો ગુમાવ્યો હતો.
આ મામલે પતિને લાફો મારવા બદલ ફરાહ ખાન પોતાના બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાનથી નારાજ થઈ હતી, જાે કે, તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. પણ શિરિશે ટિ્વટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, અમને પોલીસ ફરિયાદ કરવાની કોઈ ઈચ્છા નથી. બાદમાં આ બબાલ મામલે સંજય દત્ત અને શાહરૂખ ખાને ચુપ્પી સાધી લીધી હતી.SSS