બોલિવૂડ ફિલ્મ ભૂલ ભુલૈયા ૨નું ટ્રેલર લૉન્ચ થયું

મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ભૂલ ભુલૈયા ૨નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. એક્ટર કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ના ડિરેક્ટર અનીસ બઝમી છે.
વર્ષ ૨૦૦૭માં ‘ભૂલ ભુલૈયા’ રિલીઝ થઈ હતી અને હવે ૨૦ મે, ૨૦૨૨ના દિવસે ‘ભૂલ ભુલૈયા ૨’ આવી રહી છે. ‘ભૂલ ભુલૈયા ૨’ના ટ્રેલરમાં કોમેડી અને હૉરર એકસાથે જાેવા મળી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૨’માં પણ મંજુલિકા દર્શકોને ડરાવવા માટે આવી રહી છે. ૩ મિનિટ ૧૨ સેકન્ડના ‘ભૂલ ભુલૈયા ૨’ના ટ્રેલરમાં ફની સીન્સ જાેવા મળી રહ્યા છે.
ભૂલ ભુલૈયા ૨ના શૂટિંગની શરૂઆત તારીખ ૯ ઓક્ટોબર, ૨૦૧૯માં થઈ હતી અને હવે ૨૦ મે, ૨૦૨૨ના દિવસે રિલીઝ થશે. જ્યારે ભૂલ ભુલૈયા ૨નો ફર્સ્ટ લૂક સામે આવ્યો ત્યારે કાર્તિક આર્યન પીળા કલરની ધોતી અને કુર્તામાં જાેવા મળ્યો હતો. તેણે ગળામાં અને હાથમાં રૂદ્રાક્ષની માળા અને બ્રેસલેટ પહેર્યા હતા.
સાથે જ માથા પર પીળા કલરનું કાપડ બાંધ્યું હતું. આ લૂકમાં કાર્તિક બિલકુલ અક્ષય કુમાર જેવો લાગી રહ્યો હતો. આ પોસ્ટર પર લખ્યું હતું છે કે, ’૧૫ વર્ષ બાદપધ હોન્ટિંગ કોમેડી રિટર્ન્સ. ભૂલ ભુલૈયા ૨ ફિલ્મ વિશે વાત કરતાં કાર્તિકે કહ્યું હતું કે, ભૂલ ભુલૈયા હંમેશાંથી તેની ફેવરિટ કોમેડી-સુપરનેચરલ થ્રિલરમાંથી એક રહી છે.
ખાસ કરીને હું અક્ષય કુમાર સરનો મોટો ફેન છું અને તેમની ફ્રેન્ચાઈઝીને આગળ લઈને જવી તે એક મોટી જવાબદારી છે. આ એક શાનદાર સ્ક્રિપ્ટ છે અને અનીસ સર તેને બીજા લેવલ પર લઈને ગયા છે. અહીં નોંધનીય છે કે અક્ષય કુમાર સ્ટારર ભૂલ ભુલૈયામાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. ભૂલ ભુલૈયા ૨૦૦૭માં આવી હતી, જેમાં અક્ષય-વિદ્યા સિવાય શાઈની આહૂજા અને અમીષા પટેલ પણ મહત્વના રોલમાં હતા.SSS