Western Times News

Gujarati News

બોલિવૂડ સિંગર સોનૂ નિગમનો આજે જન્મ દિવસ

મુંબઈ: બોલિવૂડમાં મેલોડી સિંગર સોનૂ નિગમનો આજે જન્મ દિવસ છે. સોનૂનો જન્મ એક કાયસ્થ પરિવારમાં ફરીદાબાદમાં થયો હતો. તેણે તેની ગાયકી ચાર વર્ષની ઉંમરમાં તેણે ગાવાનું શરૂ કરી દીધુ હતું. સિંગરનો અંદાજ જાેઇ લોકો તેને બીજાે મોહમ્મ્દ રફી કહેવા લાગ્યા હતાં. બાળપણથી જ તેણે એક સ્ટેજ પર આવી તેનાં પિતા અગમ નિગમની સાથે મોહમ્મદ રફીનું ગીત ‘ક્યા હુઆ તેરા વાદા’ ગાયુ હતું. જે બાદ તેણે તેનાં પિતાની સાથે લોકોનાં લગ્નમાં ગાવાનું શરૂ કર્યુ હતું.

૧૯ વર્ષની ઉંમરે સોનૂ નિગમ સિંગિંગને તેનું કરિઅર બનાવવા માટે પિતા સાથે મુંબઇ આવ્યો હતો. તેણે હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. સોનૂ નિગમ બોલિવૂડનાં તે ગણ્યા ગાઠ્‌યાં સિંગર માંતી છે જેણે ન ફક્ત હિન્દી પણ મરાઠી, તમિલ, તેલુગુ સહિત ૧૨ ભાષાઓમાં ગીત ગાયા છે. અને પોતાનું હૂનર દર્શકોને જણાવ્યું છે. સોનૂ નિગમ ૧૯૯૫માં પોપ્યુલર ટીવી શો ‘સા રે ગા મા પા’ હોસ્ટ કરતો હતો.

તેણે ફિલ્મ ‘બેવફા સનમ ‘નું ગીત ‘અચ્છા સિલા દિયા. ગાયુ હતું. ફિલ્મ બોર્ડરમાં અનુ મલિક દ્વારા કોમ્પોઝ ગીત ‘સન્દેસે આતે હે’ પણ તેનું ઘણું જ હિટ રહ્યું અને લોકોની જીભ પર ચઢી ગયું. સોનૂએ હિન્દીની ઘણી અન્ય ફિલ્મોમાં પણ ગીતો ગાઇને એવોર્ડ્‌સ મેળવ્યાં ચે. તેણે કલ હો ના હોનું ટાઇટલ સોન્ગ અને ફિલ્મ અગ્નિપથનું ગીત ‘અભી મુજમે કહી..’ ગાયુ અને તે છવાઇ ગયો. એક સમય એવો આવ્યો કે, સોનૂ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સિંગરની લિસ્ટમાં શામેલ થઇ ગયો. સોનૂ નિગમનાં લગ્ન ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૨માં મધુરિમા સાથે બંગાળી પરિવારમાં થઇ છે. તેમને એક દીકરો જેનું નામ નિવાન નિગમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.