બોલિવૂડ સુપરસ્ટાર સિંગર અરિજીત સિંહનું સાધારણ ઘર
સાદગી જોઇને તમે પણ થઇ જશો ફેન
અરિજીત સિંહના ઘરને જોવા માટે અહીં ટૂરિસ્ટ આવતા રહે છે, જો કે મુર્શિદાબાદ એક માઇનિંગ સિટી છે
મુંબઈ, આ ઘરને જોઇને કોઇ સુપરસ્ટાર જેવો લુક નથી આવતો. સાધારણ એવું ઘર અને તેની બહાર એક નાનકડી ગાડી જોઇને ફેન્સ પણ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતાં. અરિજીત સિંહના ઘરને જોવા માટે ટૂરિસ્ટ આવતા રહે છે. જો કે મુર્શિદાબાદ એક માઇનિંગ સિટી છે. આ માઇનિંગ સિટીને જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે. સાથે જ જ્યારે અરિજીત સિંહના ઘરે તેઓ જુએ છે તો તેમને પોતાની આંખ પર વિશ્વાસ નથી થતો.
અરિજીત સિંહના ભારત ઉપરાંત દુનિયાભરમાં ફેન્સ છે. અરિજીત સિંહે સિંગિંગની દુનિયામાં જે ખ્યાતિ મેળવી છે તેના પહેલા તેણે ખૂબ સંઘર્ષ કર્યો છે. અરિજીત સિંહને ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલથી ઓળખ મળી હતી. જો કે આ શોનો વિજેતા અરિજીત સિંહ બની ન શક્યો. પરંતુ તે બાદ પણ અરિજીત સિંહે હાર ન માની અને બોલિવૂડમાં ગીતો ગાતો રહ્યો. વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘મર્ડર’થી અરિજીત સિંહને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
તે બાદ અરિજીત સિંહે એજન્ટ વિનોદ, કોકટેલ, બરફી અને આશિકી-૨ના ગીતોથી ખાસ મુકાસ હાંસેલ કર્યો. આજે અરિજીત સિંહ દુનિયાના સૌથી ઉમદા સિંગર્સમાંથી એક માનવામાં આવે છે. તે બાદ પણ અરિજીત સિંહ ખૂબ જ સિંપલ જીંદગી જીવવાનું પસંદ કરે છે.
જ્યારે પણ અરિજીત સિંહને કામમાંથી નવરાશ મળે છે, તે પોતાના ઘર મુર્શિદાબાદ આવી જાય છે. અરિજીત અહીં જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે. અરિજીત સિંહ પોતાના ૧૨ વર્ષના કરિયરમાં ૨૩૪થી વધુ ફિલ્મોમાં ગીતો ગાઇ ચુક્યો છે. અરિજીત સિંહ આજે બોલિવૂડના સૌથી ફેમસ સિંગર્સમાંથી એક છે. અરિજીત સિંહના ઘણા ગીતો યુટ્યૂબ પર સૌથી વધુ સાંભળવામાં આવેલા ગીતોની લિસ્ટમાં સામેલ છે.ss1