બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી
મુંબઇ, ૧૦ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આખા દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો છે. બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટી ગણેશજીને લઈને આવી છે. આ વખતે શિલ્પાએ પતિ રાજ કુંદ્રા વગર જ તહેવાર મનાવ્યો છે.
કરીના કપૂરે પણ બાપ્પાની સ્થાપના કરી હતી. કરીના ઘરે સૈફ તથા મોટા દીકરા તૈમુરે ભગવાન ગણપતિની પૂજા કરી હતી. શિલ્પા શેટ્ટી બાપ્પાની આગળ દીકરા વિઆન તથા દીકરી સમીશા સાથે બેઠેલી જાેવા મળી છે. સોનુ સૂદે પરિવાર સાથે ભગવાનની પૂજા કરી હતી. રાહુલ વૈદ્ય-દિશા પરમાર પણ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરતાં જાેવા મળ્યા હતા.HS