બોલીવુડના શાહરૂખ ખાન મુથૂટ પપ્પાચન ગ્રુપના નવા બ્રાન્ડ એમ્બેસડર
ભારતના 137 વર્ષ જૂના અગ્રણી બિઝનેસ સમૂહ અને મુથૂટ બ્લુ તરીકે ઓળખાતા મુથૂટ પપ્પાચન ગ્રુપ (એમપીજી)એ તેના બ્રાન્ડ એમ્બેસડર તરીકે શાહરૂખ ખાનની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક સહયોગ એમપીજી માટે એક મહત્વનું સીમાચિહ્ન દર્શાવે છે
જે ભારતભરના વૈવિધ્યસભર સમૂહના લોકો સાથે જોડવાનો નવો માર્ગ અને તેની બ્રાન્ડ હાજરીને ફરીથી મજબૂત કરે છે. મુથૂટ પપ્પાચન ગ્રુપ એ મુથૂટ ફિનકોર્પ લિમિટેડ (ગ્રુપની ફ્લેગશિપ કંપની), મુથૂટ માઇક્રોફિન લિમિટેડ, મુથૂટ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને મુથૂટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની લિમિટેડ સહિતની ભારતની અગ્રણી એનબીએફસીના પ્રમોટર છે.
આ સહયોગ એમપીજીના આઉટલૂક અને દેશની નાણાંકીય વૃદ્ધિ તથા આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવાના દ્રઢ નિર્ધારને દર્શાવે છે. શાહરૂખ ખાનનું આઇકોનિક સ્ટેટસ આ દ્રષ્ટિકોણને વધુ સ્પષ્ટ કરે છે અને તમામ વયજૂથના ગ્રાહકો સાથે જોડે છે તથા તેમને મોટા સપના જોવા માટે પ્રેરણા આપે છે.
મુથૂટ પપ્પાચન ગ્રુપના ચેરમેન શ્રી થોમસ જ્હોન મુથૂટે પોતાની ટીમમાં શાહરૂખ ખાનના જોડાવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમારા માટે આ મોટું સીમાચિહ્ન છે. શાહરૂખ ખાન ન કેવળ તેમનો સ્ટાર પાવર લઇને આવે છે પરંતુ નમ્રતા અને આપબળે મેળવેલી સફળતાને પણ દર્શાવે છે જે અમારા મૂળ મૂલ્યો સાથે જોડાય છે. Shaji Varghese, CEO – Muthoot FinCorp Limited with SRK
શાહરૂખ ખાનની સફર અમારી તમામ કંપનીઓમાં વિવિધ ટચપોઇન્ટ્સમાં અમારી સર્વિસીઝને સુલભ બનાવવામાં અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે અને સમગ્ર દેશમાં સામાન્ય માણસને સશક્ત બનાવવાના અમારા મિશનનો પુનરોચ્ચાર કરે છે. તેમની જીવનની સફર મોટા સપનાં જોવા અને તે સ્વપ્નોને સાકાર કરવાની શક્તિનું એકદમ સચોટ ઉદાહરણ પૂરું પાડે છે.”
મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઈઓ શાજી વર્ગીસે જણાવ્યું હતું કે “શાહરૂખ ખાન તેના મોભા કરતાં કંઈક સવિશેષ ધરાવે છે. તેઓ નમ્રતા અને આપબળે ઊભા કરેલા સામ્રાજ્યને દર્શાવે છે. પોતાની ટાર્ગેટ ઓડિયન્સ સાથે તેઓ એક એવા સામાન્ય વ્યક્તિ તરીકે જોડાઈ જાય છે જે મોટા સપનાં જુએ છે અને તે સપનાંને વાસ્તવિકતામાં ફેરવે છે.”
ગ્રુપના બ્રાન્ડ એમ્બેસડર તરીકે શાહરૂખ ખાન વિવિધ ચેનલોમાં એમપીજીના કેમ્પેઇનમાં જોવા મળશે અને તેમની સર્વિસીઝને પ્રમોટ કરશે. આ કેમ્પેઇનનું લક્ષ્ય વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ રજૂ કરવાનું અને તેની પહોંચમાં ક્રાંતિ લાવવા તેમજ સૌને સુગમતા પૂરી પાડવા માટે ગ્રુપની પ્રતિબદ્ધતા રજૂ કરવાનું છે.
શાહરૂખ ખાને જણાવ્યું હતું કે “પ્રતિષ્ઠિત મુથૂટ પપ્પાચન ગ્રુપ સાથે તેના બ્રાન્ડ એમ્બેસડર તરીકે જોડાવું એ રોમાંચક પગલું છે. એક સદીથી વધુ સમયનો વારસો ધરાવતા એમપીજીએ ભારતના નાણાંકીય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે. મોટા સ્વપ્નો જોવા માટે દેશભરમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે હું આતુર છું કારણ કે એમપીજી તેમની સરળતાથી ઉપલબ્ધ વિવિધ પ્રોડક્ટસ થકી સ્વપ્નોને હકીકતમાં બદલે છે.”
મુથૂટ પપ્પાચન ગ્રુપ નાણાંકીય સમાવેશ સૌની પહોંચમાં હોય તેવા એક એવા ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહ્યું છે ત્યારે નવા બ્રાન્ડ એમ્બેસડર તરીકે શાહરૂખ ખાનની નિયુક્તિ આ સિદ્ધિ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.