બોલીવુડની અભિનેત્રીએ બે ક્રિેકેટરોને ફસાવી ડ્રેસીંગ રૂમની માહિતી બુકીઓને આપી
ક્રિકેટમાં હવે હનીટ્રેપ-શંકાસ્પદ લાગતા બંન્ને ક્રિકેટરે અભિનેત્રી સાથે સંબંધ કાપ્યાઃ ગુજરાતના બે બુકીઓ સંડોવાયાની શંકા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ક્રિકેટ અને બોલીવુડના સંબંધો દાયકાઓથી રહ્યા છે. અવારનવાર બોલીવુડની કેટલીય અભિનેત્રીઓ ક્રિકેટરો સાથે જાવા મળતી હોય છે. બીજી તરફ ક્રિકેટ સાથે સટ્ટા જેવું એક કલંક પણ સતત જાડાયેલું છે. ખાસ કરીને ભારતની મેચો ઉપર સમગ્ર વિશ્વના સટ્ટાખોરોની નજર રહેતી હોય છે.
અગાઉ બુકીઓ મેચ ફિકસિંગ કરવા માટે ક્રિકેટરોનો સીધો સંપર્ક કરતાં અને તેની સામે મોટી રકમ ચુકવતા હતા. આવા કેટલાંય ક્રિકેટરોના બુકીઓ સાથેના સંબંધો બહાર આવતા અને મેચ ફિકસિંગમાં તેમની સડોવણી સાબિત થતાં તેમની કારકીર્દિનો અકાળે જ અંત આવી ગયો હતો. ત્યારબાદથી જ ક્રિકેટરો બુકીઓ સાથેનો સંપર્ક રાખતા નથી.
ત્યારે બુકીઓએે હવે ક્રિકેટોને ફસાવવા માટે હવે નવો પેંતરો અજમાવતા એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓના આકાએ આ અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે.
જેન્ટલમેન્સ ગેમ’ ગણાતા ક્રિકેટમાં સટ્ટાનું દુષણ ઘુસી જતાં ભારતની તથા વિદેશની અનેક એજન્સીઓ ક્રિકેટરો અને બુકીઓ ઉપર નજર રાખી રહી છે. ત્યારે દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે. આ માટે તેણે બોલીવુડની ૮ થી ૧૦ ફિલ્મો કરી ચુકેલી એક અભિનેત્રીનો સંપર્ક સાધ્યો હતો.
બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કનેકશન ઉભા કર્યા હતા. અને પ્લાનિંગ મુજબ જ ડ્રેસિંગ રૂમની માહિતી બુકીને આપતી હતી. જા કે હનીટ્રેપમાં ફસાયેલા બંન્ને ક્રિકેટરોને અભિનેત્રી પર શંકા જતાં તેમણે સંપર્ક ઓછા કરી નાંખ્યા હતા.
આ સમગ્ર ષડયંત્રમાં ગુજરાતના ખંભાતના બે બુકીઓના નામ પણ સામેલ હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યુ છે. બીજી તરફ ભારતીય એજન્સીઓને આની જાણ થતાં તેમણે પણ હવે આ હનીટ્રેપની તપાસ ચલાવી છે. જ્યારે આઈસીસી અને બીસીસીઆઈને જાણ થતાં પણ ક્રિકેટરો સાથે સંપર્કમાં રહીને તમામ વિગતો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે ભારતીય એજન્સીઓએ સટ્ટાનું દુબણ ડામવા સકંજા કસતા બુકીઓ હવે દુબઈમાંથી આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરી રહ્યા છે.