બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે સાથે પાર્ક એવન્યુનું ‘સ્ટાઇલ અપ’ સેશન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/RAJ_7146-1024x623.jpg)
સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ (Bollywood Actress Radhika Apte) મંગળવારે અમદાવાદમાં પાર્ક એવન્યુ સ્ટોરની (Park Avenue store, Ahmedabad) મુલાકાત લઇને સ્ટાઇલિંગ તથા વિવિધ પ્રસંગ અનુરૂપ યોગ્ય ડ્રેસિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. તેમણે નવા પાર્ક એવન્યુ વુમન ઓટમ-વિન્ટર 19 કલેક્શનમાં નવા સ્ટાઇલિંગ અંગે પણ વાત કરી હતી.
રાધિકાએ પોતાની પસંદગીઓ તેમજ આધુનિક ભારતીય મહિલાઓની પસંદગીઓ ઉપર તેના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કર્યાં હતાં. આધિકાએ જણાવ્યું હતું કે બિઝનેસ, કેઝ્યુઅલ અથવા પાર્ટી તમામ પ્રસંગેમાં ફેશનનો મતલબ યોગ્ય ડ્રેસિંગ છે. શહેરના જાણીતા ફેશન ઇન્ફ્લ્યુઅન્સર્સ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ફેશન અંગે રાધિકા આપ્ટેના વિચારોને સાંભળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે AW 19 કલેક્શન આધુનિક ભારતીય ગ્રાહકોને નવી ફેશન ઓફર કરે છે. બ્રાન્ડ ન્યુ યોર્ક સિટથી પ્રેરણા મેળવે છે અને વર્ક, પ્લે અને સેલિબ્રેટ કલેક્શન ઓફર કરે છે. પાર્ક એવન્યુ મહિલાઓને પાર્ક એવન્યુ વુમન નામના કલેક્શન દ્વારા કન્ટેમ્પરરી ફેશન ઉપલબ્ધ કરાવે છે.
ભારતના અગ્રણી ફેશન હાઉસ રેમન્ડ ગ્રુપનો (fashion house raymond group) હિસ્સો ધરાવતી આ બ્રાન્ડ એક્સક્લુઝિવ સ્ટોર્સનું વિશાળ નેટવર્ક તથા રેમન્ડ શોપ્સમાં રિટેઇલ્સ ધરાવે છે તેમજ લાર્જ ફોર્મેટ અને મલ્ટી-બ્રાન્ડેડ સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ છે. ડિજિટલ શોપર માટે પાર્ક એવન્યુ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર પણ ઉપલબ્ધ છે.