Western Times News

Gujarati News

બોલીવુડ ફિલ્મ “અર્જુન પટિયાલા”ની સ્ટાર કાસ્ટ બની અમદાવાદની મહેમાન

????????????????????????????????????

  • દિલજિત દોસાંજ અને ક્રિતી સેનન રહ્યાં ઉપસ્થિત

અમદાવાદ: મેડડોક ફિલ્મ્સ અને ટી- સિરિઝના બેનર હેઠળ પ્રોડ્યુસ થયેલ અપકમિંગ બૉલીવુડ ફિલ્મ “અર્જુન પટિયાલા”માં દિલજિત દોસાંજ,  ક્રિતી સેનન તથા વરુણ શર્મા જોવાં મળશે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે લીડ સ્ટાર કાસ્ટ દિલજિત દોસાંજ અને ક્રિતી સેનન અમદાવાદના મહેમાન બન્યાં હતાં અને પોતાની ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી.

ફિલ્મમાં દિલજિત એક પોલિસ ઓફિસરના રોલમાં છે અને વરુણ તેનો સાથી પોલીસ ઓફિસર છે. ફિલ્મમાં ક્રિતીનું પાત્ર ટીવી ચેનલની ક્રાઇમ રિપોર્ટરનું છે.  ફિલ્મમાં દિલજિત અર્જુન પટિયાલાના રોલમાં, વરુણ શર્મા ઓનિડા સિંહના રોલમાં અને ક્રિતી રીતુ રંધાવાના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ ડિરેક્ટર રોહિત જુગરાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ છે. દિલજિત દોસાંજ, ક્રિતી સેનન અને વરુણ શર્મા સિવાય “અર્જુન પટિયાલા” ફિલ્મમાં રોહિત રોય પણ જોવા મળશે. આ સિવાય સુંદર અભિનેત્રી સની લિઓની પણ એક સોન્ગમાં નજરે પડશે. ફિલ્મ 26 જુલાઈ, 2019- શુક્રવારના રોજ ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહેલ છે.

પોતાની ફિલ્મ વિશે જણાવતાં દિલજિત દોસાંજ અને ક્રિતી સેનને કહ્યું કે, “અર્જુન પટિયાલા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ઘણું જ પસંદ પડ્યું છે, તેનાથી અમે ઘણાં જ ખુશ છીએ. ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે અને લોકોને હસવા પર મજબૂર કરી દેશે, ઉપરાંત ફિલ્મમાં થોડો ઈમોશનલ ટચ પણ છે. ફિલ્મ દર્શકોને જરૂર પસંદ પડશે.”

ફિલ્મના સોન્ગ દર્શકોને ઘણાં પસંદ પડી રહ્યાં છે, ફિલ્મનું મ્યુઝિક સચીન- જીગરની જોડીએ આપેલ છે અને ફિલ્મના સોન્ગના શબ્દો ગુરુ રંધાવા તથા પ્રિયા સરૈયા દ્વારા રચવામાં આવેલ છે. ફિલ્મ 26 જુલાઈ, 2019- શુક્રવારના રોજ ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મેડડોક ફિલ્મ્સ અને ટી- સિરિઝના બેનર હેઠળ પ્રોડ્‌યુસ થયેલ અપકમિંગ બોલીવુડ ફિલ્મ અર્જુન પટિયાલાની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનને લઇ આજે અમદાવાદની મહેમાન બની હતી. ખાસ કરીને ફિલ્મના હીરો અને પંજાબી ગાયક એવા દિલજિત દોસાંજ અને હીરોઇન ક્રિતી સેનને ભારે આકર્ષણ જમાવ્યું હતું.

પોતાની ફિલ્મ અર્જુન પટિયાલાને લઇ દિલજિત દોસાંજ અને ક્રિતી સેનને જણાવ્યું હતું કે, અર્જુન પટિયાલા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ઘણું જ પસંદ પડ્‌યું છે, તેનાથી અમે ઘણાં જ ખુશ છીએ. ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે અને લોકોને હસવા પર મજબૂર કરી દેશે, ઉપરાંત ફિલ્મમાં થોડો ઈમોશનલ ટચ પણ છે. અમને આશા છે કે, ફિલ્મ દર્શકોને જરૂર પસંદ પડશે.

ક્રિતી સેનન અને દિલજિત દોસાંજની સાથે ફિલ્મમાં વરુણ શર્મા જોવાં મળશે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે લીડ સ્ટાર કાસ્ટ દિલજિત દોસાંજ અને ક્રિતી સેનન અમદાવાદના મહેમાન બન્યાં હતાં અને પોતાની ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી. આ ફિલ્મમાં દિલજિત એક પોલીસ ઓફિસરના રોલમાં છે અને વરુણ તેનો સાથી પોલીસ ઓફિસર છે. ફિલ્મમાં ક્રિતીનું પાત્ર ટીવી ચેનલની ક્રાઇમ રિપોર્ટરનું છે. ફિલ્મમાં દિલજિત અર્જુન પટિયાલાના રોલમાં, વરુણ શર્મા ઓનિડા સિંહના રોલમાં અને ક્રિતી રીતુ રંધાવાના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ ડિરેક્ટર રોહિત જુગરાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. દિલજિત દોસાંજ, ક્રિતી સેનન અને વરુણ શર્મા સિવાય અર્જુન પટિયાલા ફિલ્મમાં રોહિત રોય પણ જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.