બોલીવૂડના ‘ટારઝન’ હેમંત બિરજેની કારને અકસ્માત નડયો
મુંબઈ, બોલિવૂડમાં ટારઝન ફિલ્મથી પ્રખ્યાત થયેલા અભિનેતા હેમંત બિરજેની કારને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત ન્ડયો હતો. આ દુર્ઘટનામાં અભિનેતા તેની પત્ની, પુત્રીને ઈજા થઈ હતી. પણ તેઓ ગંભીરપણે જખમી થયા ન હોવાનું જાણવા મળ્યું છે અભિનેતા અને તેમની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શરદીની ગોળી ખાધા બાદ કાર ચલાવતી વખતે ઝોકું આવી જતા અકસ્માત થયો હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.
પુણેમાં ઉર્સે ટોલનાકા પાસે ગઈકાલે રાતે હેમંત બિરજેની કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. કારમાં બિરજે તેની પત્ની, પુત્રી પ્રવાસ કરતા હતા. તેઓ મુંબઈથી પુણે જઈ રહ્યા હતા પુણેના ઘરે જઈ આરામ કરવાનું વિચારતા હતા.
મુંબઈમાં હેમંત બિરજે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તે સમયે દિગ્દર્શક બબ્બર સુભાષ તેમની ફિલ્મ માટે અભિનેતાની શોધખોળ કરી રહ્યા હતા તેમણે હેમંતે બિરજેને જાેયા બાદ પોતાની ફિલ્મમાં કામ આપ્યું હતું. આમ આ અભિનેતાનો બોલીવૂડમાં પ્રવેશ થયો હતો અભિનેત્રી કિમી કાટકર સાથે ટારઝન ફિલ્મમાં હેમંત બિરજેના બોલ્ડ ચીન ચર્ચાનો વિષય બન્યો હતો.
જાેકે બાદમાં આ અભિનેતાની અન્ય ફિલ્મો ફલોપ જતાં તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. તેની આિર્થિક સ્થિતિ પણ નબળી બની ગઈ હતી. વર્ષ ૨૦૧૬માં મકાન માલિકે ઘરની બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.HS