બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય દુબઈના બિઝનેસમેન સાથે લગ્ન કરશે

મુંબઈ, બોલીવૂડ હીરોઈન મૌની રોય આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હવે એવી ખબર મળી રહી છે કે, મૌની રોય દુબઈના બિઝનેસમેન સુરજ નામ્બિયારને ડેટ કરી રહી છે.
નવી વાત એ છે કે, આ કપલ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યુ છે. આ પહેલા મૌની રોયની માતા સૂરજના માતા પિતાને અભિનેત્રી મંદિરા બેદીના ઘરે મળી હતી.
રિપોર્ટ પ્રમાણે મૌની રોય આગામી વર્ષની શરૂઆતમાં સૂરજ સાથે લગ્ન કરવા માંગે છે અને તેનો ઈરાદો હવે સેટ થવાનો છે. લોકડાઉન દરમિયાન તેણે સગાઈ કરી હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા. જોકે એક્ટ્રેસે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.
મૌનીના કઝિને પણ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, તે અને સૂરજ આગામી વર્ષે લગ્ન કરવાના છે. આ લગ્ન દુબઈ અથવા ઈટાલીમાં યોજાશે અને તેમાં ગણતરીના આમંત્રિતો જ હાજરી આપશે. ભારત પાછા ફર્યા બાદ અન્ય લોકો માટે રિસ્પેશન યોજાશે.