બોલુંદરાના શ્રીકૃષ્ણાશ્રામમાં મહામૃત્યુંજય જાપ અને હવન અનુષ્ઠાનનું આયોજન કરાયું
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સુપોષણ અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડીમાં આવેલ રેડલાઈન કુંપોષિત બાળકોને પૂરતું પોષણ મળી રહે અને તે સુપોષિત થાય હેતુથી બાળક ને દત્તક લેવાના કાર્યક્રમમાં માન.મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, શહેર અઘ્યક્ષ રૂચિર ભટ્ટ, શહેર પ્રભારી મોહનભાઇ પટેલ, શહેર મહામંત્રીઓ, મોરચાના પ્રમુખો, મોરચાના મહામંત્રીઓ તથા કોર્પોરેટરઓ સાથે હાજરી આપીને બાળકોને ફ્રૂટ, બિસ્કિટ, તથા જયુસનું વિતરણ કરવામાં આવ્યું. (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર)
(પ્રતિનિધિ) મોડાસા, ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે મોડાસા તાલુકાના બોલુંદરામાં શ્રીકૃષ્ણાશ્રામની વૈદિક સંસ્કૃત પાઠશાળા અને યજ્ઞનારાયણ ભગવાનની પાવન ભૂમિમાં પૂ.અગ્નિહોત્રી આત્રેયભાઈ વ્યાસના સાન્નિધ્યે
આજે સવા લક્ષ મહામૃત્યુંજય જપ અને હવન અનુષ્ઠાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી , હસમુખભાઇ પટેલ, ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઇ પટેલ, મંત્રી શ્રીમતિ સંગીતાબેન પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ અનિલભાઈ પટેલ
અને યશપાલ સિંહ પુવાર, મોડાસા તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહ પરમાર, મહામંત્રી અંકિતભાઈ,જિ.પં. આરોગ્ય સમિતિ ચેરમેન અનિરૂધ્ધસિંહ ચૌહાંણ,સાબરડેરી ડિરેકટર ભીખુસિંહ પરમાર, સાબરડેરી ડિરેક્ટર જ્યંતિભાઈ બી.પટેલ,
પ્રતીક પટેલ વગરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવા સાથે એમના દીર્ઘાયુ જીવન માટે અને યશ-કીર્તિમાં વૃદ્ધિ થાય એવી પ્રાર્થના કરી હતી.