બોલુંદરા શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક સંસ્કૃત પાઠશાળાનું ધો.12.નું પણ 100 ટકા પરિણામ
સાકરીયા: મોડાસા તાલુકામાં બોલુંદરાની શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળાનું સામાન્ય પ્રવાહ ધો.12 ની માર્ચ 2020ની પરીક્ષા નું પરિણામ પણ ૧૦૦% આવેલ છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અગ્નિહોત્રી આત્રેય કુમાર વ્યાસે પાઠશાળાના ગુરુજનોને તથા વિધાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી . આ પાઠશાળાનું ધો.10નું પણ 100 ટકા પરિણામ આવ્યું હતું.પૃથ્વી ઉપર અવતાર ધારણ કરનારા ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પણ ઋષિમુનિઓના ગુરુપદે એ સમયે ચાલતી ગુરુકુળમાં ભણ્યા હતા પણ આજના સમયમાં ગુરુકુળ સમાન બોલુંદરા શ્રીકૃષ્ણાશ્રમ વૈદિક સંસ્કૃત પાઠશાળા દીવાદાંડી સમાસન છે જે આ જિલ્લાનું ગૌરવ છે.