બોલુદરામાં યોજાયેલા નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પમાં ૬૧૫ લોકોએ લાભ લીધો
(પ્રતિનિધિ) મોડાસા 10062019 : અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના બોલુંદરા શ્રી કૃષ્ણાશ્રમ ખાતે રવિવારે નિઃશુલ્ક આંખોના નિદાન-સારવાર કેમ્પનું આયોજન શ્રી સંતરામ મંદિર, નડીઆદ દ્વારા બ્રહ્નલીન પૂ. અગ્નિહોત્રી શુકદેવપ્રસાદ ગૌ. વ્યાસ(દાદાશ્રી)ની પ્રથમ પૂણ્યતિથી નિમિત્તે કરવામાં આવતા તેમાં બોલુદરા તેમજ આસપાસના ૨૦ ગામોનાં ૬૧૫ લોકોએલાભ લીધો હતો.જેમાં મોતીયાના ૪૦ ઓપરેશન પણ નિઃશુલ્ક કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૮ યુનિટ રક્ત એકત્ર થયું હતું.
જેના આયોજક અગ્નિહોત્રી આત્રેયકુમાર જે.વ્યાસના જણાવ્યાનુસાર આંખોને લગતા તમામ રોગો જેવા કે ઝામર,ત્રાંસી આંખની તપાસ,પડદાના રોગોની તપાસ અને ફેંકો પદ્ધતિ (લેસર)થી મફત મોતિયાના ઓપરેશન તેમજ મફત ચશ્માં, દાંત ચામડીના રોગોનું તથા શરદી,ઉધરસ, તાવ વગરે સર્વ રોગોનું નિદાન કરી મફત દવાઓ વિતરણ કરવામાં આવી હતી.
આ કેમ્પનું ઉદ્ઘાટન સંતરામ મંદિર નડીઆદના નિર્ગુણદાસજી અને ઉમરેઠથી ગણેશદાસજી દીપપ્રાગટ્ય કરીને કર્યું હતું.રક્તદાન કેમ્પમાં ઉત્સાહી યુવાનોએ રક્તદાન કરતા કેમ્પમાં આઠ યુનિટ રક્ત એકત્ર થયું હતું.*