બોલુન્દ્રા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતા નિરાધાર યુવક પર આભ તૂટી પડ્યું

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે રવિવારે મોડાસા શહેર સહીત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો મેઘરાજાની પધરામણી પછી બોલુન્દ્રા ગામે કાચા મકાનમાં ભેજ લાગતા મકાન ધરાશાયી થતા ભારે અફડાતફડી મચી હતી
માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા યુવકના એક માત્ર આશરા સમાન મકાન પણ ધરાશાયી થતા યુવક પર આભ તૂટી પડ્યું હતું જવાબદાર તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરી સહાય ચુકવવામાં આવેની માંગ યુવકે કરી હતી.
બોલુન્દ્રા ગામના વણકર ફળિયામાં રમેશભાઈ કચરાભાઈ વણકરના મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલ યુવક સમયસૂચકતા વાપરી બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો યુવકની ઘરવખરી કાટમાળમાં દબાઈ જતા યુવક પર આભ તૂટી પડ્યું હતું મકાન ધરાશાયી થતા ભારે અફડાતફડી મચી હતી
ગરીબ યુવકનું મકાન ધરાશાયી થવાની ઘટનાના પગલે ગામના તલાટી દર્શનાબેને ઘટતી કાર્યવાહી કરવા યુવકને હૈયાધારણા આપી હતી અને મકાન ધરાશાયી થતા આ અંગે તાલુકા અધિકારીને જાણ કરવામાં આવી હોવાની જણાવ્યું હતું.*