Western Times News

Gujarati News

બોલેરો જીપ ભાડે રાખી છેતરપિંડી કરનાર ઠગને પોલીસે ઝડપી પાડ્યો

પ્રતિકાત્મક

અંકલેશ્વર, અંકલેશ્વરના બોલેરો ગાડી માલિક પાસેથી વડોદરા ઈસમે જીપ ભાડે રાખવાનો કરાર કરી ગાડી પરત ન કરી અને ભાડું ન ચૂકવી છેતરપિંડી કરી હતી.

૩ વર્ષનો કરાર કરી મહિને ૧૮૦૦૦ રૂપિયા આપવાનું કહી કરાર પર ગાડી આપી હતી. ઓક્ટોબર મહિના સુધી ૩ મહિનાનું ભાડું તૂટક તૂટક આપ્યા બાદ ભાડું આપવાનું બંધ કર્ય હતું. કરાર મુજબ ભાડું અને ગાડી પરત ન અપાતા આખરે શહેર પોલીસ મથકે બોલેરો ગાડી માલિકની પૂર્વે આપેલી ફરિયાદ આધારે ઠગ ભગતને ઝડપી પાડ્યો હતો, અન્ય એક ઠગ હજી વોન્ટેડ છે.

બનાવની વિગતો અનુસાર, ગત તા.૨, ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ તપસ્વીનગર ખાતે રહેતા કેયૂર પરમારે ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે ઓએલએક્સ પર વેચવા માટે મૂકી હતી

તે દરમિયાન વડોદરા શ્રીજીધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલ તેમનો સંપર્ક કર્યાે હતો અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિરાજસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટરમાં ગાડી મૂકી આપશે. તેઓ વિશ્વાસ સંપાદન કર્યાે હતો.

કરારમાં માસિક ૧૮૦૦૦ હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને ૨ મહિના સુધી રૂપિયા ન આપે તો ગાડી પરત આપવાની નક્કી કરાયું હતું જે મુજબ ઓક્ટોબર-૨૦૨૧ સુધી તૂટક તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું. જે અંગે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરતા વિરલ પટેલ નામના ઠગને વડોદરાથી ઝડપી પાડ્યો હતો

અને તેની ઉલટ તપાસ કરતા તેને બોલેરો ગાડી ગીરવે મૂકી દીધી હતી. જે ગાડી પણ પોલીસે પરત મેળવી હતી અને વિરલ પટેલની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી. તેનો બીજાે સાથીદાર દિગ્વિરાજસિંહ ચૌહાણ ક્યાં છે અને અન્ય કેટલાક ઈસમો સાથે આવી છેતરપિંડી કરી છે તે અંગેના રિમાન્ડની તજવીજ પણ શહેર પોલીસે આરંભી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.