બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યની દિવ્ય સુવાસ જે આજેય અનુભવાય છે
એક તરફ ભારતની આઝાદીનું આંદોલન ઊગી રહ્યું હતુ બીજી તરફ, ઉંમરની ચાલીસી પર થોડાંક ડગલાં વધુ દઈને પચાસના દાયકામાં પ્રવેશેલા યુવાન સંત શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી, એટલે કે શાસ્ત્રીજી મહારાજ, કાંટાળો તાજ પહેરીને કાંટાળી કેડી પર ચાલીને એક મહાન સંકલ્પને ઉછેરી રહ્યા હતા.
૨૦મી સદીના પ્રથમ ઉત્તરાર્ધનો એ સમય હતો સાધન સુવિધાઓના નામે મીડું હતુ પ્રચાર સાહિત્ય કે પ્રસાર માધ્યમોના નામે માત્ર માળાજપ હતો ન કોઈ ભવ્યતા હતી કે ન કોઈ ઠરીઠામ થયેલી માન અકરામની જાહોજલાલી હતી હતો માત્ર દારુણ દારિદ્રનો જ અભિષેક ! કઠણાઈમાત્ર એક સાથે સંપીને અવતરી હોય એવા સંજાગો હતા પરંતુ આ બધા વચ્ચે એક અસાધારણ બાબત હતી-બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અજાડ વ્યક્તિત્વની કહે છે કે મહાપુરુષોના સાંનિધ્યમાં દિવ્યમાં દિવ્યતાનું એક આભામંડળ છવાયેલુ હોય છે અજાણતાં પણ એનો સ્પર્શ પામનાર જીવનભર એનો ઝંકાર ભૂલી શકતો નથી.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો સ્પર્શ પામનારાઓએ એ જ અનુભૂતિથી અકલ્પ્ય ધન્યતાનો અહેસાસ કર્યો હતો સંજાગો સામાન્યથીય ઉતરતા હતા પરતુ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વનો આસ્વાદ અસામાન્ય હતો એટલે જ એવો સામાન્ય સંજાગો વચ્ચેય કેટલાય ધુરંધરોએ શાસ્ત્રીજી મહારાજની મહાનતાને માણી અને જીવનભર એમના ગુણાનુરાગી બની રહ્યા.
એમની અજાડ વિદ્વાતા સાધુતા અને સૌથી વિશેષ તો ભગવન્મય દિવ્યતા કે પવિત્રતા કેટલાકને એવી સ્પર્શી ગઈ કે જીવનભર એમના સમર્પિત ભક્ત બની રહ્યા એમાં કેટલાક પ્રખર બુદ્ધિમંતો હતા કેટલાક સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનો હતા કેટલાક મહાન રાજવીઓ હતા અને કેટલાક મોક્ષની ખોજમાં નીકળેલા બડભાગી મુમુક્ષુઓ હતા.
એ સૌનાં દિલ દિમાગ પર કેવો છવાયો હતો શાસ્ત્રીજી મહારાજનો દિવ્ય પ્રભાવ ? પૂર્ણકામપણાનો કે કૃતાર્થતાનો કેવો રસ ઝરતો હતો એ પ્રભાવમાં ? બે બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકે રહેલી શ્રી ગુલઝારીલાલ નંદા લખે છે.
હુ કોઈ સંપ્રદાય કે ધર્મનો હતો જ નહી છતાં આજે આ સંપ્રદાયમાં છું તેનું કારણ શાસ્ત્રીજી મહારાજ છે હું ૧૯૨૧માં ગાંધીજી પાસે આવ્યો તેમની સાથે ત્યારથી જે કાર્યો કરતો આવ્યો છું અને કરુ છું તે જનસેવાનું નિઃસ્વાર્થ જ કાર્ય કરે છે છતાં પણ કાંઈ માલ નથી મારો જન્મ તેમા નકામો પૂરો થઈ જાત અને કાંઈ હાથમાં આવત નહી એમ માનું છું આ નિઃસ્વાર્થ સેવાના ફળરૂપે જ હું શાસ્ત્રીજી મહારાજ પાસે આ જીવનમાં પહોંચી ગયો છું આ મારે માટે મોટામાં મોટા લાભ તથા પ્રાપ્તિ છે મેં પણ દેશમાં ખૂબ ફરીને જાયું છે તપાસ કરી છે અને પૂરી તપાસ પછી અનુભવથી એ નિશ્ચિત ઉપર આવ્યો છું કે હવે જે મને મળ્યું છે તેની પર કોઈ વસ્તુ નથી વધુ તપાસની જરૂર નથી.
સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામી એવા પૂર્ણકામપણાના અનુભવની થનગની ઉઠતા રોમાચિત થઈ જતા અને શા†ીજીમહારાજના લોહચુંબક જેવા દિવ્ય પ્રભાવની ગાથા વર્ણવતા રાતોની રાતો જાગીને પુસ્તક કદના પત્રો લખે નાખતા આફ્રિકાના ભક્તો પરના એક પત્રમાં તેઓ લખે છે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના પ્રતાપ અજાડ છે જ્યાં જાય ત્યા સમૈયા થાય છે
આ જ મોટાપુરુષના અઢળક પ્રતાપની નિશાની છે કે આવા દેશકાળમાં અતિ મોંઘવારીમા અટલાદરાનું કામ ચાલે ને હવે પાછું સારંગપુરનુ ઉપાડ્યુ ને જમીનનુ ઠેકાણુ પડશે તો અમદાવાદમાં પણ બધાશે આ ગમે તેવો ધીરજવાન હોય તોપણ તે મનુષ્ય સ્વભાવ ઉપર જાય પણ આ પુરુષ તો અતિશય પ્રતાપે યુક્ત છે તે જ પ્રમાણે કોઈ ઠેકાણે હદ કરી નાંખે છે ગમે તેવામાં અંતકરણ ફેરવે છે કદાપિ કોઈ ઉપાયે માની જાય ને જા ત્યા પધારે તો આખો આફ્રિકા ડોલી ઊઠે કારણ લોહચુંબકમાં લોઢું ખેંચાય જ તે નજરે મને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજના એવા અજાેડ પ્રભાવને ચાખનારાઓ જીવ્યા ત્યા સુધી એની મસ્તી માણતા રહ્યા. – (સાધુ અક્ષર વત્સલ, શાહીબાગ, અમદાવાદ)