Western Times News

Gujarati News

બ્રહ્માકુમારીઝના ઓડિટોરીયમમાં નડીઆદમાં જિલ્લા સ્તરનું આર્ત્મનિભર કિસાન સંમેલન યોજાયું

કેન્સર જેવા રોગોમાંથી મુક્ત થવા નૈસર્ગિક ખેતી તરફ વળીએ બ્રહ્માકુમારીઝના આર્ત્મનિભર કિસાન સંમેલનની અપીલ

(પ્રતિનિધિ) નડીઆદ આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં નગર નડીઆદમાં આર્ત્મનિભર કિસાન સંમેલનનું જિલ્લા સ્તરનું આયોજન બ્રહ્માકુમારીઝના વિશાળ ઓડિટોરીયમમાં યોજાયું હતું .

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ , નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડા , વસો તાલુકા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ , આત્માના ડાયરેક્ટર જીતેન્દ્ર સુથાર , તન્વીરભાઈ , એ.પી.એમ.સી.ચેરમેન અપૂર્વ પટેલ , ચકલાસી નગરપાલિકા પ્રમુખ સંગિતાબેન , નાબાર્ડ રાજેશભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં .

તાલુકાના સરપંચશ્રીઓ , વિવિધ સંસ્થાઓ તથા વર્ગોના પદાધિકારીઓ તથા દૂધ મંડળીના પ્રમુખ , ચેરમેનએ દિપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી . બ્રહ્માકુમારીઝ તથા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના ઉપક્રમે ગ્રામ્ય વિસ્તાર અને કિસાનોના સર્વાંગી હીત માટે અનેકવિધ કાર્યક્રમની યોજનાઓ થતી રહેતી હોય છે .

કિસાનોને આર્ત્મનિભર બનાવવા માટે યોગિક ખેતી અને જૈવિક ખેતીના મહત્વને સ્પષ્ટ કરતાં કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગના નેશનલ કો ઓર્ડિનેટર બ્રહ્માકુમારી તૃપ્તિબેન જણાવ્યું રાસાયનિક ખાતરોનો વધુ વપરાશ શારિરીક સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક ઠર્યા છે .

પુન ઃ ઋષિ કૃષિ સંસ્કૃતિનો વિકાસ કરીએ , આપણે નૈસર્ગિક ઉપચારો તરફ વળીએ , યોગિક પ્રયોગો દ્વારા ઓછા ખર્ચે વધુ પાક કેવી રીતે મેળવી શકાય તેની સુંદર રજુઆત સભામાં બહોળા પ્રમાણમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને કરી . જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે સરકારશ્રીની આ ક્ષેત્રેની કામગીરી વિશે વિવિધ માહિતી આપી .

સંસ્થાનો કૃષિ વિભાગ છેલ્લા ૨૫ વર્ષોથી આ ક્ષેત્રની સેવાઓ કેવી રીતે કરી રહી છે તથા તેનાં કેવાં પરિણામો મળ્યાં છે તેની વિસ્તૃત માહિતી શ્રી રાજેશભાઈએ આપી હતી .

આ કાર્યક્રમમાં અમલીકરણ માટે ખાસ કરીને જે લોકો આ જૈવિક તથા શાશ્વત યૌગિક ખેતી તરફ વળવા માંગે છે , તેઓના માટે સંસ્થા દ્વારા આગળ ઉપરાંત કાર્યક્રમ યોજવામાં આવશે . જેમાં આ ક્ષેત્રના સફળ લોકોની સક્સેસ સ્ટોરીનું વર્ણન તથા વિવિધ પ્રશ્ન ઉત્તરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.