બ્રહ્મોસ બાદ શૌર્ય મિસાઈલનુ સફળ પરિક્ષણ
નવી દિલ્હી, પૂર્વી લદ્દાખ મોરચે ચીન સાથેના ટકરાવના માહોલની વચ્ચે ભારતે વધુ એક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યુ છે.શૌર્ય મિસાઈલ પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.
સરકારના સૂત્રોએ કહ્યુ હતુ કે, ઓરિસ્સાના બાલાસોર પરિક્ષણ સેન્ટર ખાતેથી મિસાઈલનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.શૌર્ય મિસાઈલની રેન્જ 800 કિલોમીટરની છે અને સેનામાં તેના સમાવેશ બાદ મિસાઈલની વિવિધતામાં ઉમેરો થશે.આ મિસાઈલ સંચાલન કરવામાં સરળ છે અને વજનમાં પણ હલકી છે.
આ પહેલા ભારતે બુધવારે સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનુ પણ સફળ પરિક્ષણ કર્યુ હતુ.બ્રહ્મોસની નવી આવૃત્તિ 400 કિલોમીટર સુધી નિશાન સાધવા માટે સક્ષમ છે.
ભારત દ્વારા ચીન અને પાકિસ્તાન એમ બે મોરચે તનાવ વચ્ચે સેનામાં આધુનિક હથિયારોનો ઉમેરો કરવા માટેની હિલચાલ તેજ બનાવાઈ છે.જેના ભાગરુપે મિસાઈલ્સના પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે.