બ્રહ્મોસ મિસાઈલનુ યુધ્ધ જહાજ અને વિમાન પરથી સફળ પરિક્ષણ
નવી દિલ્હી, ભારતીય નૌસેનાના યુધ્ધ જહાજ INS દિલ્હી પરથી વધુ એક બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલનુ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.
બ્રહ્મોસના ટાર્ગેટ તરીકે નૌસેનાના રિટાયર કરી દેવાયેલા જહાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રહ્મોસ પર કોઈ જાતનો વોરહેડ ફિટ કરાયો નહોતો. આમ છતા પ્રતિ કલાક 3000 કિલોમીટરની રફતારથી લોન્ચ થયેલી મિસાઈલે ટાર્ગેટ તરીકે ઉપયોગમાં લેવાયેલા જહાજમાં મોટુ ગાબડુ પાડી દીધુ હતુ.
સાથે સાથે આ પરિક્ષણમાં ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. સમુદ્ર તટ પર સુખોઈ વિમાનમાંથી બ્રહ્મોસ મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. મિસાઈલે ટાર્ગેટ તરીકે રખાયેલા યુધ્ધ જહાજને આબાદ નિશાન બનાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, સરકારે વાયુસેનાની મારક ક્ષમતા વધારવા માટે 40 સુખોઈ વિમાનોને બ્રહ્મોસથી સજ્જ કરવાનો નિર્ણય લીધો છે.