બ્રાઝિલમાં કોરોનાથી એક જ દિવસમાં ૮૦૮ લોકોનાં મૃત્યુ
મોસ્કો, રશિયામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારાથી સ્થાનિક સરકાર તેમ જ વિશ્વના અન્ય દેશોની ચિંતા વધી છે. રશિયામાં કોરોનાએ એક જ દિવસમાં ૮૦૮ લોકોનો ભોગ લીધો છે.
કોરોના વાઇરસ ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે. રશિયામાં મૃત્યુઆંકે અત્યાર સુધીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. મીડિયાના અહેવાલો અનુસાર કોરોનાના ગામા વેરિઅન્ટે રશિયામાં પણ તબાહી મચાવી છે. અગાઉ બ્રાઝિલમાં ગામા વેરિઅન્ટની શોધ થઈ હતી. રશિયામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારાથી સ્થાનિક સરકાર તેમ જ વિશ્વના અન્ય દેશોની ચિંતા વધી છે.
રશિયામાં કોરોનાએ એક જ દિવસમાં ૮૦૮ લોકોનો ભોગ લીધો છે. તાજી માહિતી અનુસાર રશિયામાં કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યા ૬,૫૩,૪૭૯૧ ઉપર પહોંચી ગઈ છે. ૫,૮૨,૮૯૭૨ લોકો કોરોનાથી સાજા થયા છે જ્યારે કુલ ૧૬,૮૦૪૯ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
મૃત્યુની દૃષ્ટિએ રશિયા વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે સાચો આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે છે. એક રિપોર્ટ મુજબ જૂન સુધીમાં રોગચાળાની શરૂઆતથી રશિયાનો ઍડિશનલ ફેટલિટી ટોલ ૫,૩૧,૦૦૦થી ઉપર હતો, આ વિશ્વના સૌથી ઊંચા આંકડાઓમાંનો એક છે. રશિયાની કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સે ગુરુવારે ૨૧,૯૩૨ નવા કોવિડ-૧૯ કેસની પુષ્ટિ કરી છે.