બ્રાઝિલમાં કોરોના ૫ લાખથી વધુને ભરખી ગયોઃ રાષ્ટ્રપતિ વિરૂધ્ધ ઉગ્ર દેખાવો
લંડન: બ્રાઝિલમાં મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫ લાખને પાર થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ૫ લાખ ૮૬૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકા પછી આ બીજાે દેશ છે, જયાં કોરોનાએ સૌથી વધુ લોકોનો જીવ લીધો છે. અમેરિકામાં સંક્રમણ’ને કારણે અત્યાર સુધીમાં ૬ લાખ ૧૭ હજાર ૮૩ લોકોનાં મોત નીપજયાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં સૌથી વધુ ૮૧,૫૭૪ કોરોનાના કેસ નોંધાયા હતાં. આ દરમિયાન, ૪૬,૮૮૧ લોકોએ કોરોનાને હરાવ્યો હતો. બ્રાઝિલ પછી, ભારતમાં ૫૮,૫૮૮ કેસ આવ્યા હતા અને ૮૭,૫૬૮ લોકો સાજા થયા હતા. એ જ રીતે, કોલમ્બિયામાં ૨૮,૭૩૪ કેસ નોંધાયા હતા અને ૨૭,૬૦૭ લોકોએ કોરોનાને હરાવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં, વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ પણ બ્રાઝિલમાં નોંધાયા છે. અહીં શનિવારે, ૨૨૪૭ લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ પછી ભારતમાં ૧૨૩૯, કોલમ્બિયામાં ૫૮૯, આજરિ્ેન્ટનામાં ૪૯૫, રશિયામાં ૪૬૬, ઇન્ડોનેશિયામાં ૨૪૮ અને અમેરિકામાં ૧૭૦ લોકોના મૃત્યુ નોંધાયા છે.
દેશમાં રસીકરણની ધીમી પ્રક્રિયા અને રાષ્ટ્રપતિ દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની અનિવાર્યતા લાગુ થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મહામારી રોકવામાં રાષ્ટ્રપતિની નિષ્ફળતાને નરસંહાર ગણાવતા લોકોએ ૨૬ રાજયોમાં દેખાવો યોજયા હતા. રિયો ડિ જેનેરિયા અને સાઉ. પાઉલોમાં લોકોએ ચક્કાજામ પણ કર્યો હતો. બેનર સાથે દેખાવો કર્યા હતા.