બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૩ હજાર નવા કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Brazil.jpg)
Files Photo
બ્રાસીલિયા: કોરોનાનો કહેર બ્રાઝીલમાં ફરીથી ધીરે ધીર વધી રહ્યો છે ગત ૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૯૩,૩૧૭ મામલા નોંધાયા છે ત્યારબાદ કુલ સંક્રમિતોનો આંકડો ૩૪૮.૭૧૮ પહોંચી ગયો છે જયારે મૃત્યુ પામનારાઓની સંખ્યા ૧૩,૩૭૩.૧૭૪ થઇ ગઇ છે.
બ્રાઝીલના ૧૯ રાજયોની હોસ્પિટલ સહિત રાજધાની બ્રાસીલિયામાં સંક્રમણના મામલા સતત વધી રહ્યાં છે કારણ કે ૯૦ ટકાથી વધુ બેડ પર પહેલા જ બુક થઇ ચુકયા છે દેશમાં ગત સાત દિવસોમાં મોતની સરેરાશ સંખ્યા વધીને ૨,૯૩૦ થઇ ગઇ છે. જે દુનિયામાં સૌથી વધુ છે. જાે કે મહામારીથી પ્રભાવિત રાજયોમં બે સાઓ પાઉલો અને રિયો ગ્રાંડે સુલે પ્રતિબંધોને ઓછા કરવાની જરૂઆત કરી છે જયારે અન્ય દેશોની જેમ અહીં પણ રસીકરણ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર અહીં ૨૨,૧૭,૦.૧૦૮ લોકોના રસીકરણ થયા છે.
એ યાદ રહે કે સંક્રમણને કારણે ન્યુઝીલેન્ડે ભારતની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે તો અન્ય દેશ પણ સતર્કતા દાખવી રહ્યાં છે સ્થિતિ એ છે કે દુનિયામાં હાલના સમયે કોરોના વાયરસનો આંકડો ૧૩ કરોડને પાર પહોંચ્યો છે. વિશ્વ વિદ્યાલયના સેંટર ફોર સિસ્ટમ સાઇસ એન્ડ એન્જીનિયરીંગે માહિતી આપતા કહ્યું કે કોરોના વાયરસનો આંકડો ૧૩ કરોડ ૩૭ લાખ ૯૬ હજાર ૭૨૫ સુધી પહોંચી ગયો છે જયારે ૨ કરોડ ૯૦ લાખ ૯૨૨ લોકોના જીવ જઇ ચુકયા છે.તેણે કહ્યું છે કે સાવધાની અત્યંત જરૂરી છે.