બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા
ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં ૯૫ લાખ ૪૨ હજાર ૪૫૧ કેસ નોંધાયા છે. જેમા ૪.૮૫ લાખ લોકોના મોત થયા છે. ૫૧.૮૭ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા છે. બ્રિટનમાં નવી રસીની માણસ ઉપર ટ્રાયલ શરૂ કરાઈ છે. ૩૦૦ લોકો ઉપર તેનો ટેસ્ટ કરાશે. દેશમાં આ બીજી વેક્સીન છે
જેનો માણસ ઉપર ટ્રાયલ થઈ રહ્યો છે. અમેરિકામાં ૨૪ લાખ ૬૨ હજાર ૭૦૮ કેસ નોંધાયા છે, જેમાં ૧.૨૪ લાખથી વધારે લોકોના મોત થયા છે. ૧૦.૪૧ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઈટાલી એક સમયે યુરોપમાં સૌથી પ્રભાવિત દેશ હતો, હાલ અહીં ૧૮ હજાર ૬૫૫ એક્ટિવ કેસ છે. અહીં કુલ ૨ લાખ ૩૯ હજાર ૪૧૦ કેસ નોંધાયા છે અને ૩૪ હજાર ૬૪૪ લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં ૨૪ કલાકમાં ૪૦૪૪ નવા કેસ નોંધાયા છે અને ૧૪૮ લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧.૯૨ લાખથી વધારે થઈ ગઈ છે. ૩૯૦૩ લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં કેસ વધી રહ્યા છે. એટલા માટે સરકારે ઘરે-ઘરે જઈને કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. મેલબોર્ન કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.