બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ અમરોલી પોલીસે ઝડપી પાડ્યું
સુરત,અસલીના નામે નકલી અને ભેળસેળવાળી વસ્તુઓ બજારમાં વેચવાનું ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ અમરોલી પોલીસે ઝડપી પાડ્યું છે. અમરોલી પોલીસે કોસાડ આવાસમાં દરોડો પાડી ૪ લોકોની ધરપકડ કરી છે. તેમજ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુનો ૩૬ હજારનો મુદામાલ કબજે કર્યો છે.
હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડ કંપનીના કર્મચારીઓને માહિતી મળી હતી કે, સુરતના અમરોલી વિસ્તારમાં તેઓની કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુનું વેચાણ થઇ રહ્યું છે. જેથી આ અંગે અમરોલી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેથી અમરોલી પોલીસે ટીમ બનાવી અમરોલી કોસાડ આવાસ એચ-૧,બિલ્ડીંગમાં દરોડો પાડ્યો હતો.
રેડ દરમિયાન પોલીસે તપાસ કરતા હિન્દુસ્તાન યુનીલીવર લી. કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ, સનસીલ્ક જેવી બ્રાંડના સેમ્પુની બોટલોમા ડુપ્લિકેટ શેમ્પુ ભરી વેચાણ થઇ રહ્યું હતું. પોલીસે અહિંથી ૪ મોબાઈલ ફોન તેમજ ૧૫૮૧ જેટલી નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ મળી કુલ ૩૬હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
તેમજ આ ઘટનામાં પોલીસે રાજુદીન છોટેખાન મનીહાર, મુહમ્મદ જીશાન મુહમ્મદ જલીલ, નાજીમ કલ્લન ખસરા, કમરૂદીન છોટેખાન મનીહારની ધરપકડ કરી છે. આ મામલે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.HS3KP