બ્રાન્ડ ફેક્ટરી દ્વારા 8થી 11 ઓગસ્ટ દરમિયાન 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર
August 2019:ભારતની અગ્રણી ફેશન ડિસ્કાઉન્ટ ચેઈન બ્રાન્ડ ફેક્ટરીએ ફેશનચાહકો માટે આનંદની વધુ એક તક આપી છે. મેગા ડિસ્કાઉન્ટ સ્ટોર દ્વારા તેની ‘નો કંડિશન્સ અપ્લાઈ ઓફર’ સાથે 8થી 11 ઓગસ્ટ, 2019 દરમિયાન શોપિંગ માટે 4 બિગ ડેઈઝની ઘોષણા કરી છે. ગ્રાહકો કોઈપણ પરિધઆન કે લગેજ તમામ બ્રાન્ડ ફેક્ટરી સ્ટોરમાંથી ખરીદી શકે છે અને ફ્લેટ 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
આ ડિસ્કાઉન્ટ ઉપરાંત, ગ્રાહકોને રૂ. 4000થી વધુની ખરીદી પર વધારાના 20 ટકા ડિસ્કાઉન્ટનો પણ લાભ પ્રાપ્ત થઈ શકશે. આ ચાર દિવસીય ફિએસ્ટા તમામ ખરીદી ચાહકો માટે પરફેક્ટ ટ્રીટ બની રહેશે. તો તમારા નજીકના બ્રાન્ડ ફેક્ટરી સ્ટોરમાં 8થી 11 ઓગસ્ટ, 2019 દરમિયાન પહોંચી જાઓ અને બીનશરતી ઓફર્સ જોરદાર ડિસ્કાઉન્ટ તમારી મનપસંદ બ્રાન્ડ્સ પર મેળવો અને તેને વધુ કિફાયત બનાવો.
આ ઓફર અંગે બ્રાન્ડ ફેક્ટરીના સીઈઓ સુરેશ સાધવાણીએ કહ્યું હતું, ‘બ્રાન્ડ ફેક્ટરી ખાતે, અમે નવી ઓફર્સ રજૂ કરવા તત્પર રહીએ છીએ અને તેના દ્વારા અમારા ગ્રાહકોને વેલ્યુ ડિલ આપીએ છીએ. અમારી ઓફર્સ એવી રીતે ડિઝાઈન થાય છે કે જેનાથી ગ્રાહકોને સંપૂર્ણ સંતુષ્ટિ મળે અને તેઓ જ્યારે અમારા સ્ટોર્સની મુલાકાત લે ત્યારે તેમને રોમાંચક અનુભવ પ્રાપ્ત થઈ શકે. અમે અમારા તમામ ગ્રાહકોને આ ઓફરનો લાભ લેવા માટે આવકારીએ છીએ અને તહેવારોની મોસમમાં ફેશનેબલ રહેવા માટે તૈયાર રહેવા જણાવીએ છીએ.’
બ્રાન્ડ ફેક્ટરી એક આદર્શ સ્થળ છે કે જ્યાં ખરીદી અને ફેશનનાં ચાહકો 200થી વધુ ઓરિજિનલ બ્રાન્ડ્સમાંથી પસંદગી કરી શકે છે અને તેમાં પણ 20%થી 70% સુધીનું ડિસ્કાઉન્ટ વર્ષના 365 દિવસ દરમિયાન મેળવી શકે છે. ગ્રાહકો પરિધાનો, ફૂટવેર, લગેજ અન્ય એક્સસરીઝ અગ્રણી બ્રાન્ડ્સ જેમકે બેર ડેનિમ્સ, ફિલા, બફેલો, લી કૂપર, લેવિસ, રિબોક, એડિડાસ, કન્વર્સ, વીઆઈપી, સ્કાયબેગ્સ, લેવી કેપ્રિસ, યુએસ પોલો, પાર્ક એવન્યુ વગેરેમાંથી બાળકો, યુવાનો, પુરૂષો અને મહિલાઓ માટે પસંદગી કરી શકે છે.