બ્રાહ્મણી-૨ ડેમ ઓવર ફલો થતા છ કલાક એક દરવાજો અડધો ફુટ ખોલી ૪૫૦ કયુસેક પાણી છોડાયુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદ તાલુકામા આવેલ બ્રાહ્મણી-૨ ડેમ દશેક દીવસ પેહલા પોતાના જળ સ્તર ૧૨.૬૦ ફુટને આંબી ચુકયો હતો.જેના જળ પ્રવાહ વિસ્તારમા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન થયેલ વરસાદના પાણીની આવક થતા ઓવર ફલો થવા પામ્યો હતો.
જેના પગલે સિંચાઈ વિભાગ દ્રારા ડેમના અઢાર દરવાજા માહનો એક દરવાજો છ કલાક માટે અડધો ફુટ ખોલી ૪૫૦ કયુસેક પાણી છોડી,નિચાણ વાળા નવ ગામોને નદીના પ્રવાહ-તટ તરફ ન જવા માટે સાવચેત કરાયા હોવાનુ સીંચાઈ વિભાગના એસ.ઓ કે.જી.લીંબડીયા એ ટેલીફોનીક વાતચીતમા જણાવેલ છે.