બ્રા અંગે વિવાદિત નિવેદન આપનાર શ્વેતા તિવારી સામે ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ

ભોપાલ, વિવાદિત નિવેદન આપનારી ટીવી એક્ટ્રેસ શ્વેસા તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે.તેની સામે ભોપાલમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ પિયાદ નોંધાવવામાં આવી છે.
શ્વેતા તિવારીએ ભોપાલમાં પોતાની વેબ સિરિઝના પ્રમોશન દરમિયાન ગઈકાલે વિવાદિત નિવેદન આપ્યુ હતુ.જેમાં તેણે મજાક મજાકમાં ભાંગરો વાટતા કહ્યુ હતુ કે, મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.
જોકે આ નિવેદનનો વિડિયો વાયરલ થયો હતો અને લોકોમાં આક્રોશ ફેલાયો હતો.શ્વેતા તિવારીએ આ નિવેદન સૌરભ રાજ જૈનને ઉદ્દેશીને આપ્યુ હતુ.આ અભિનેતા અગાઉ મહાભારતમાં કૃષ્ણનો રોલ કરી ચુકયા છે અને આગામી વેબ સિરિઝમાં બ્રા ફિટરનો રોલ ભજવી રહ્યા છે.
જોકે શ્વેતા તિવારીને આવુ નિવેદન મોંઘુ પડી રહ્યુ છે.મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્મ મિશ્રાએ કહ્યુ હતુ કે, શ્વેતા તિવારી સામે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સર કેસ કરાયો છે.આગળની કાર્યવાહી હવે પછી કરાશે.