બ્રિટનના PM બોરિસ જાેનસન ગૌતમ અદાણી સાથે કરી શકે છે મુલાકાત!

નવીદિલ્હી, બ્રિટનના વડાપ્રધાન Boris Johnson ભારતના પ્રવાસે ૨૧ એપ્રિલે આવવાના છે, આને તે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તે ઉધોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરશે, આ ઉપરાંત ટોચના ઉધોગપતિઓને પણ મળશે. ૨૨ એપ્રિલના દિવસે બ્રિટનના વડાપ્રદાન Narendra Modi સાથે સંભવિત મુલાકાત પણ કરશે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ વડા પ્રધાન Boris Johnson ૨૧ એપ્રિલે ભારતની મુલાકાતે છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જાેનસન મુલાકાત ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ થશે અને ત્યારબાદ ૨૨ એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે.
જાેનસન મુલાકાત ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટોના ૨૬માંથી ચાર પ્રકરણોની સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાેનસન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયરેખા પર ચર્ચા કરશે. શરૂઆતમાં આ વર્ષે પૂર્ણ કરવાનું આયોજન હતું. જાેનસન નવા વિજ્ઞાન, આરોગ્ય અને ટેક્નોલોજી પ્રોજેક્ટ તેમજ ભારતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
આ પ્રથમ વખત બનશે કે જ્યારે કોઈ બ્રિટિશ વડાપ્રધાન ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય અને યુકેમાં લગભગ અડધા બ્રિટિશ- ભારતીય વસ્તીના ઘર એવા ગુજરાતની મુલાકાત લેશે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.HS