બ્રિટનના પીએમ બોરિસ જાેન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી
અમદાવાદ, ભારત પ્રવાસની શરુઆત અમદાવાદથી કરનારા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસનનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત બાદ બોરિસ જાેનસન ઈન્કમ ટેક્સ પાસે આવેલી હોટલ હ્યાત્તમાં પહોંચ્યા હતા. અહીં તેઓ હળવો આરામ કર્યા પછી ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. બોરિસ આજે ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.
બોરિસ જાેનસને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ જ પોતાના ભારત પ્રવાસની શરુઆત દિલ્હી નહીં પરંતુ ગુજરાતથી કરી છે.
બોરિસ જાેનસન આજે ગુજરાત પ્રવાસ બાદ અહીંથી સાંજે દિલ્હી જવાના રવાના થશે અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બોરિસ જાેનસન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા પછી હોટલ હ્યાત્ત પહોંચ્યા હતા અને ત્યાંથી નીકળીને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે.
તેઓ હોટલ પર પહોંચ્યા અને ત્યાંથી ગાંધી આશ્રમ આવ્યા તે દરમિયાન અમદાવાદમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, આ દરમિયાન નાના-મોટા સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક ટીમો દ્વારા ગરબા સહિતના ભારતીય નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે જ્યારે કોઈ દેશના મુખ્યપ્રધાન ગુજરાત આવે અને તેમના માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેમનો કાફલો ધીમી ગતિએ જતો હોય છે પરંતુ અહીં જે રીતે બોરિસ જાેનસનનો કાફલો રવાના થયો તે જાેઈને લોકોને આશ્ચર્ય થયું હતું.
બોરિસ જાેનસનું સ્વાગત કરવા માટે ઉભેલા લોકોના હાથમાં ભારત અને બ્રિટનના ઝંડા પણ હતા અને તેને પ્રદર્શિત કરીને તેમણે બ્રિટનના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બોરિસ જાેનસન બ્રિટનના એવા પહેલા વડાપ્રધાન છે કે જેઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.
મળતા રિપોર્ટ્સ મુજબ બ્રિટનના વડાપ્રધાન માટે હ્યાત્ત હોટલમાં ૯ અને ૧૦મો માળ બૂક કરવામાં આવ્યો છે. અહીં બૂલેટપ્રુફ સ્વીટ બૂક કરવામાં આવ્યો છે જ્યાંથી વડાપ્રધાનને અમદાવાદ રિવરફ્રન્ટનો લૂક મળશે.SSS