બ્રિટનના વડાપ્રધાનનો ભારત પ્રવાસ રદ થઇ શકે છે
લડન: કોરોનાની વિસ્ફોટક સ્થિતિને જાેતા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન પર પોતાની ભારત યાત્રા રદ કરવાનું દબાણ વધી રહ્યું છે. જાેનસન ૨૫ એપ્રિલે ભારત આવનાર છે બ્રિટનના વિરોધ પક્ષ લેબર પાર્ટીએ જાેનસનને સવાસ કર્યો કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા માટે ઓનલાઇન બેઠક કેમ કરી શકતા નથી એ યાદ રહે કે જાે બોરિસ જાેનસનની યાત્રા રદ થશે તો આ વર્ષમાં તેમની બીજીવાર યાત્રા રદ થશે આ પહેલા ૨૬ જાન્યુઆરીએ પણ કોરોનાને કારણે મુખ્ય અતિથિ તરીકે પણ તે આવી શકયા ન હતાં
લેબર પાર્ટીના સ્ટીવ રીડે કહ્યું કે બ્રિટન સરકાર લોકોને કહી રહી છે કે જાે જરૂરી ન હોય તો યાત્રા ન કરો અને મને એ સમજમાં નથી આવતુ કે વડાપ્રધાન જાેનસન ભારત સરકાર સાથે ઝુમ બેઠક પર ચર્ચામ કર કરી શકતા નથી મને લાગે છે કે વડાપ્રધાન અને જે પણ લોકો જાહેર જીવનમાં છે તેમણે એક ઉદાહરણ રજુ કરવું જાેઇએ
જાે કે સુત્રોનું કહેવુ છે કે બોરિસ જાેનસન પોતાની ભારત યાત્રા રદ કરવા માંગતા નથી પહેલા ૨૬ જાન્યુઆરીએ પણ જાેનસનની યાત્રા રદ થઇ હતી ડિસેમ્બર ૨૦૧૯માં બ્રિટનની સામાન્ય ચુંટણી બાદ યુરોપની બહાર વડાપ્રધાનની આ પહેલી મોટી વિદેસ યાત્રા માનવામાં આવી રહી છે. જાેનસન પહેલા જ પોતાની યાત્રાને નાની કરી ચુકયા છે. ડાઉનિંગ સ્ટ્રીટે પણ તેની પુષ્ટી કરી છે કે કોવિડ સંક્રમણને કારણે યુકે વડાપ્રધાને પોતાના યાત્રને ફકત એક દિવસ ૨૬ એપ્રિલ સુધી કરી દીધી છે.