બ્રિટનના શખ્સને એક દિવસમાં જ ૫૧ મેમો, છ લાખનો દંડ
લંડન, બ્રિટનમાં એક વ્યક્તિ પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ મોટી આફત આવી છે. આ મહાશયને એક જ દિવસમાં ૫૧ મેમો મળ્યા છે અને તેને કરાયેલા દંડની રકમ પણ ૬ લાખ રૂપિયા જેવી થવા જાય છે. જાેન બેરેટ નામના બિલ્ડરને રેસિડેન્ટ રોડ પર કાર ચલાવવા માટે મેમો અપાયા છે. લંડનના રહેવાસી જાેન બેરેટ જે રોડ પર કાર ચલાવી રહ્યા હતા ત્યાં માત્ર લોકોને પગપાળા ચાલવાની છુટ છે.
જાેકે બેરેટનુ કહેવુ છે કે, મારી ટેસ્લા કાર પાસે આ રોડ પર ગાડી ચલાવવાની પરમિટ છે અને મને ખોટી રીતે દંડ ફટકારવામાં આવ્યો છે. આ હાસ્યાસ્પદ બાબત છે. કોઈ ચેતવણી આપ્યા વગર જ સીધા મેમો મારી ઘરે મોકલી દેવાયા હતા. કયા કેમેરાએ મને પકડયો છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. મને ચિંતા એ વાતની છે કે, આટલી મોટી રકમનુ પેમેન્ટ હું કેવી રીતે કરીશ.
તેમનુ કહેવુ હતુ કે, આ મેમો છેલ્લા પાંચ મહિના દરમિયાન ફાડવામાં આવ્યા છે પણ એક જ સાથે એક જ દિવસે મને ૫૧ મેમો ઘરે મોકલવામાં આવ્યા હતા. દરમિયાન સ્થાનિક કાઉન્સિલનુ કહેવુ છે કે, જે કારને મેમો અપાયા છે તે એક કંપની પાસે લીઝ પર લેવાઈ હતી. તેનુ એડ્રેસ યોગ્ય નહી હોવાથી દંડની રકમ સાથેના મેમો ખોટા એડ્રેસ પર જતા રહ્યા હતા.SSS