Western Times News

Gujarati News

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ ઓપરેશન લંડન બ્રિજની તૈયારી

બ્રિટન, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં તેમના નિધન બાદ બ્રિટનમાં તૈયારીની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનાઈ રહ્યું છે કે મહારાનીના નિધન બાદ યુકેમાં એક મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવશે. જેમાં દફન પ્રક્રિયાથી લઈને પોલીસની વ્યવસ્થાનું પણ વિવરણ સામેલ છે. જાે કે બકિંધમ પેલેસે આ અંગે હજું સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી.

પીટીઆઈનો રિપોર્ટ અનુસાર આ યોજનાઓને ‘ઓપરેશન લંડન બ્રિજ’કોડનેમ આપવામાં આવ્યું છે. આ સાથે જાેડાયેલી અમેરિક ન્યૂઝ સંસ્થા ‘પોલિટિકો’ના હાથે લાગે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે ક્વિનના નિધન વાળા દિવસે અધિકારી ‘ડી-ડે’ માનશે. મહારાણીના નિધનના ૧૦ દિવસ બાદ દફનાવવાની યોજના છે. ત્યારે તેમના દીકરા અને વાઈસ પ્રિન્સ ચાર્લ્સ દફનવિધી પહેલા સમગ્ર બ્રિટનનો પ્રવાસ કરશે.

યોજનાઓ અનુસાર મહારાનીના તાબૂતને સંસદમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે. અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો લંડન પહોંચશે. આ દરમિયાન પોલીસ વ્યવસ્થા અને ભોજનની અછત જેવી સ્થિતિને લઈને ચિંતા બનેલી છે. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન અભૂતપૂર્વ ભીડ અને પ્રવાસ દરમિયાન વિકટ સ્થિતિને જાેતા સુરક્ષા સ્તર પર મોટી તૈયારીની યોજના છે.

એક મેમોમાં ચેતવણી આપવામાં આવી છે કે બ્રિટનની રાજધાનીમાં આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો પહોંચશે. પોલિટિકો અનુસાર મહારાનીના નિધન બાદ નવા રાજા ચાર્લ્સ બ્રિટનના ચાર રાષ્ટ્રોનો પ્રવાસ કરશે. કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ પ્રધાનમંત્રીની સાથે આને લઈને સમજૂતિ કરાઈ ચૂકી છે કે તેમના અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.

અસરકાર રીતે આ એક રજા હશે. જાે કે કયા પ્રકારની એ દર્શાવવામાં આવ્યું નથી. વર્ષ ૨૦૧૭માં ધ ગાર્જિયનમાં એક મોટો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં ઓપરેશન લંડન બ્રિજને લઈને અનેક જાણકારીઓનો ખુલાસો કરવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.