બ્રિટનમાં કોરોનાના ૨૪ કલાકમાં સંક્રમણના ૧ લાખથી વધુ કેસ

લંડન, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન આખી દુનિયાને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે ઇંગ્લેન્ડમાં ૧ લાખ ૬૧૨૨ નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. યુકેમાં આ પહેલીવાર છે જ્યારે કોરોના સંક્રમિતોનો દૈનિક આંકડો એક લાખને વટાવી ગયો છે.
ઓમિક્રોનના ખતરા વચ્ચે યુકેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે કોરોનાના ૧ લાખ ૬૧૨૨ નવા કેસ નોંધાયા છે. યુકેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૧ લાખ ૪૭૫૭૩ લોકોના મોત થયા છે. યુકેમાં આ પહેલીવાર છે જ્યારે કોરોના સંક્રમિતોનો દૈનિક આંકડો એક લાખને વટાવી ગયો છે. યુકે સરકાર ઓમિક્રોનના વધતા જતા કેસ અને હવે રોજેરોજ વધી રહેલા આંકડા અંગે ચિંતિત છે.
રોગચાળો શરૂ થયો ત્યારથી યુકેમાં ૧૧ મિલિયનથી વધુ કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. બ્રિટન હાલમાં યુરોપમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સરકાર જનતાને ત્રીજી રસી, બૂસ્ટર શોટ લેવા વિનંતી કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૦ મિલિયન લોકોને બૂસ્ટર ડોઝ મળ્યા છે.
આમ છતાં સંક્રમણની ગતિ ધીમી થવાનું નામ નથી લઈ રહી. સરકારી આંકડાઓ અનુસાર, બે દિવસ પહેલા યુકેમાં દરરોજ ૯૦ હજાર કોરોના સંક્રમિત કેસ નોંધાયા હતા.ક્રિસમસ અને નવા વર્ષ માટે યુકે સરકારે લોકોને વિનંતી કરી છે કે તેઓ ઓછામાં ઓછા તેમના ઘરની બહાર નીકળે અને સામાજિક અંતર અને માસ્ક જેવા કોવિડ પ્રોટોકોલનો ઉપયોગ કરે. ઉપરાંત, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો.HS