બ્રિટનમાં કોરોના વાયરસના એક નવા પ્રકારની ઓળખ કરાઇ
લંડન, બ્રિટનના આરોગ્ય સચિવ મૈટ હાૈંકોકે કહ્યું છે કે દેશમા કોરોના વાયરસના એક નવા પ્રકારની ઓળખ કરવામાં આવી છે જે ઇગ્લન્ડના દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં તેજીથી ફેલાઇ રહ્યો છે. તેમણે હાઉલ ઓ કોમન્સમાં કહ્યું કે કોરોના વાયરસના નવા પ્રકાર સાર્સકોવ ૨ના અત્યાર સુધી ૧ હજારથી વધુ મામલા સામે આવી ચુકયા છે.
મૈટ હૈંકોકે કહ્યું કે આ વર્તમાનમાં કોરોના વાયરસ સ્ટ્રેનની સરખામણીમાં તેજીથી ફેલાઇ રહ્યા છે જાે કે તેમણે કહ્યું કે હાલ અમારી પાસે એવા કોઇ પુરાવા નથી કે કોરોના વાયરસના આ નવા પ્રકાર પર વેકસીનનો કોઇ પ્રભાવ નહીં પડે તેનો પહેલો મામલો ગત અઠવાડીયે કેંટમાં સામે આવ્યો હતો.તેમણે કહ્યું કે હજુ સુધી એવું કંઇ પણ નથી જે એ બતાવી શકે કે સાર્સકોવ ૨ વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. અને નવી ચિકિત્સકીય સલાહ અનુસાર આ વાતની સંભાવના ન બરાબર છે કે કોરોના વાયરસના આ નવા પ્રકાર પર દેશમાં લોકોને લગાવવામાં આવી રહેલ વેકસીનનો પ્રભાવ ન પડે.
હૈંકોકે કહ્યુ ંકે પોર્ટાન ડાઉનમાં આવેલ કેન્દ્ર પર વૈજ્ઞાનિક તેના પર અભ્યાસ કરી રહ્યાં છે બીજી તરફ દક્ષિણ ઇગ્લેન્ડમાં કોરોનાના વધતા મામલાને જાેતા તેમણે જાહેરાત કરી કે લંડન અને હર્ટફોર્ડશાયર અને અસેકસના કેટલાક ભાગોમાં બુધવારે મધ્યરાત્રિથી કડક ત્રીજા તબક્કાના પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે નિષ્ણાંતોને હજુ સુધી એ માહિતી મળી નથી કે કોરોનાના નવા પ્રકારના પ્રસાર કયાં સુધી થયા છે પરંતુ કંઇ પણ કારણ હોય આપણે તેજ અને નિર્ણય લેવાની જરૂરત છે. દુર્ભાગ્ય રીતે આ જીવલેણ મહામારીના પ્રસારને રોકવા માટે આ ખુબ જ જરૂરી થઇ ગયુ છે જયારે વેકસીન પણ લગાવવામાં આવી રહી છે.
બ્રિટને આ સંબંધમાં વિશ્વ આરોગ્ય સંગઠનને માહિતી આપી છે. યુનિવર્સિટી ઓફ એકસેટરના વરિષ્ઠ કિલનિકલ લેકચરર ડો ભારત પંખાનિયાનું કહેવુ છે કે હું એ વાતને લઇને ખુબ આશ્વસ્ત છું કે અમારે કોરોના વાયરસના આ નવા પ્રકારના કારણે પોતાની વેકસીનમાં કોઇ પરિવર્તન કરવું પડશે નહીં.HS