Western Times News

Gujarati News

બ્રિટનમાં જાેવા મળેલો નવો સ્ટેઈન ભારતમાં નથી જાેવાયો

નવીદિલ્હી, યુકેમાં જાેવા મળેલ નવા સ્ટ્રેઇનને પગલે સમગ્ર વિશ્વામાં ફફડાટ છે, ત્યારે યુકેથી ભારત આવેલા મુસાફરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ વચ્ચે નેશનલ એઈડ્‌સ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (એનએઆરઆઈ)નું કહેવું છે કે, બ્રિટનમાં જાેવા મળેલ નવો કોરોના વાયરસ આપણે ત્યાં કરાયેલી તપાસમાં જાેવા મળેલ નથી. એનએઆરઆઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની બ્રાન્ચ છે.

એનએઆરઆઈના ડાયરેક્ટર ડો.સમિરન પાંડાએ મંગળવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમે દેશના જુદા-જુદા વિસ્તારમાંથી લેવોલા સેમ્પલની તપાસ કરી છે. આમાં બ્રિટનમાં જાેવા મળેલ નવો સ્ટ્રેઇન મળ્યો નથી. તેમણે જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવ અને ગંભીરતા કેવા પ્રકારની છે, તે સમજવાની જરૂર છે.

આ સાથે જ ડો.પાંડાએ જણાવ્યું કે, અમે દેશમાં ફેલાઇ રહેલાં વાયરલ જીનોમ પર છ-સાત મહિનાથી નજર રાખી રહ્યાં છે. આ માટે બે હજારથી વધુ સેમ્પલની તપાસ કરાઇ છે, પરંતુ આમાં બદલાવ જાેવા મળ્યો નથી. ભારત એવો દેશ નથી જ્યાં તમામ રાજ્યમાં વાયરસનો વ્યવહાર એક જેવો હોય. અહીં કેટલાક રાજ્યોમાં આ ઝડપથી ફેલાયો છે.

તેમણે કહ્યું કે, નવો વાયરસ આવે અથવા ન આવે, પરંતુ વાયરસની ચેઇન તોડવા માટે વ્યવહારિક પ્રતિબંધોને કડક કરવા જાેઇએ. લગભગ ૧૧ પ્રકારના મળતાં આવતાં વાયરસ પહેલાંથી જ ઓળખાયા છે, પરંતુ આનાથી ડરવાની જરૂર નથી. આ સમય નજર રાખવાનો છે, ડરવાનો નથી.

વધુમાં ડો. પાંડાએ જણાવ્યું કે, વેક્સિન વાયરસના જુદા-જુદા કમ્પોનેન્ટ્‌સ વિરુદ્ધ શરીરમાં ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. અત્યારથી આ વિચારવું યોગ્ય નથી કે વેક્સિન નિષ્ફળ નીવડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.