બ્રિટનમાં પ૦ કરોડની કિંમતનું સોનાનું ટોયલેટ ચોરાયું

આ ટોયલેટ સીટનું નામ ‘અમેરિકા’ છે
આ ટોયલેટ સીટનું વજન ૯૮ કિલો છે; મામલો કોર્ટમાં પહોંચ્યો
(એજન્સી) લંડન, ૧૪ સપ્ટેમ્બર ર૦૧૯ના રોજ સવારે બ્રિટનના બ્લેનહેમ પેલેસમાંથી ૧૮ કેરેટ સોનાથી બનેલું શૌચાલય ચોરાઈ ગયું. હવે આરોપી વિરુદ્ધ ઓકસફર્ડ ક્રાઉન કોર્ટમાં ચોરીનો કેસ ચાલી રહ્યો છે તમને જણાવી દઈએ કે બ્લેનહાઈમ પેલેસ એક ખૂબ જ મોટી બ્રિટિશ હવેલી છે, વિન્સ્ટન ચર્ચિલનો જન્મ અહીં થયો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર આ અમૂલ્ય ટોયલેટ સીટની ચોરીના કેસમાં કાર્યવાહી કરાયેલા ૩ લોકોમાંથી ૧ એ તે ચોરી કરી હતી અને અન્ય ર એ ચોરાયેલી વસ્તુઓ વેચવામાં મદદ કરી હતી.
સંપૂર્ણપણે સોનાથી બનેલી આ ટોયલટ સીટની કિંમત પ૦ કરોડ રૂપિયા છે. તેને સૌ પ્રથમ ન્યુયોર્કના ગુગેનહમ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું. ર૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન તેને વ્હાઈટ હાઉસમાં રાખવા માટે ભાડે લેવામાં આવ્યું હતું. ઈટાલિય્ન કલાકાર મૌરીઝિયો કેટેલને આ ટોલેટ સીટનું નામ ‘અમેરિકા’ રાખ્યું છે. પૈસા, લોભ, કલા અને મૂડીવાદ પર વ્યંગ કરવા માટે તેને આ નામ આપવામાં આવ્યું હતું. ચોરી થયા બાદથી આજ સુધી આ ટોયલેટ સીટ મળી નથી એવું માનવામાં આવે છે કે તેને કાપીને વેચી દેવામાં આવ્યું છે.
આ સોનાના શૌચાલયનું વજન ૯૮ કિલો હતું. તેનો વીમો ૬ મિલિયન ડોલરમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે સમયે સોનાની કિંમત ૩પ લાખ રૂપિયા હતી. બ્લેનહેમ પેલેસમાં પ્રદર્શિત આ ટોયલેટ સીટનો ઉપયોગ કરવામાં મહેમાનોને ૩ મિનિટનો સમય લાગ્યો. આ ટોયલેટ સીટ ચોરી કરવાના મુખ્ય આરોપી જેમ્સ શીને પ વર્ષ પછી ૩ એપ્રિલ ર૦ર૪ના રોજ ઓકસફર્ડ ક્રાઉન કોર્ટમાં કાવતરું ઘડવાના ગુનાની કબુલાત કરી, શીન પહેલાથીજ બીજા ચોરીના કેસમાં સજા કાપી રહી છે. શીન ઉપરાંત ત્રણ અન્ય લોકો પર પણ આ સોનાના શૌચાલયની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે, જોકે આ આરોપીઓએ તેમાં કોઈ પણ સંડોવણીનો ઈનકાર કર્યો છે.