બ્રિટનમાં બે લાખ, ઈટાલીમાં ૧.૭૦ લાખ કોરોનાના કેસ
નવી દિલ્હી, યુરોપના દેશોમાં કોરોનાની સુનામી જાેવા મળી રહી છે.યુરોપના દેશોમાં કોરોનાના રોજે રોજ નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. બ્રિટનની વાત કરવામાં આવે તો ૨૪ કલાકમાં અહીંયા બે લાખ કેસ સામે આવ્યા છે.જે પહેલી વખત છે.જ્યારે ઈટાલીમાં ૧.૭૦ લાખ કેસ એક દિવસમાં નોંધાયા છે.
ફ્રાંસનુ કહેવુ છે કે, મંગળવાર સુધીમાં દેશમાં કોરોનાના રોજ ત્રણ લાખ કેસ સામે આવી શકે છે.
અમરેરિકામાં ૨૪ કલાકમાં ૧૫ લાખ નવા દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકામાં ૯૫ ટકા કેસ ઓમિક્રોન સાથે જાેડાયેલા છે.અમેરિકામાં ગણતરીના દિવસોમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે.
અમેરિકામાં સ્કૂલોએ પણ હવે ઓનલાઈન શિક્ષણ શરુ કરી દીધુ છે.બીજી તરફ કેટલીક સ્કૂલોએ કોરોના સાથે જીવતા ટેવાવુ પડશે તેમ જણાવીને સ્કૂલો ચાલુ રાખી છે અને તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે.SSS