બ્રિટનમાં મળનાર નવો સ્ટ્રેન ભારત સહિત વિશ્વના ૩૩ દેશોમાં ફેલાયો
ન્યુયોર્ક, ગત મહીને બ્રિટનમાં મળનાર કોરોના વાયરસના નવા સ્ટ્રેનને ફેલાતો રોકવા માટે અનેક દેશોએ યુકેની ફલાઇટ બંધ કરી દીધી હતી આમ છતાં આ નવા વેરિએટ અત્યાર સુધી ૩૩ દેશોમાં પહોંચી ગયો છે. તુર્કીએ બ્રિટનથી આવનારાઓ પર એમ કહી પ્રતિબંધ લગાવી દીધો છે કે ત્યાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ૧૫ મામલા મળ્યા છે. આ તમામ તાજેતરમાં બ્રિટનની યાત્રાથી તુર્કી પહોંચ્યા હતાં.
તુર્કીા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વેરિએટથી સંક્રમિત ૧૫ લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્ય છે અને તેમના સપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
બ્રિટેનમાં ૮ ડિસેમ્બર ૨૦૨૦માં આ વેરિએટ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. બ્રિટન બાદ જે દેશોમાં કોરોનાના નવા વેરિએટ મળ્યા છે તેમાં અમેરિકા તુર્કી,ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બ્રાઝીલ કેનેડા ચિલી ચીન ડેનમાર્ક ફિનલૈડ ફ્રાંસ જર્મની આઇસલૈંડ ભારત આયરલૈંડ ઇઝરાયેલ ઇટાલી જાપાન જાેર્ડન લેબનાન માલ્ટા નેધરલેન્ડ નોર્વ પાકિસ્તાન પુર્તગાલ સિંગાપુર દક્ષિણ કોરિયા સ્પેન સ્વીડન સ્વિટ્ઝરલેન્ડ અને સંયુકત અરબ અમીરાત સામેલ છે.HS