બ્રિટનમાં લોકોએ વેક્સિન ના બેડોઝ લીધા હોવા છતાં ડેલ્ટા વેરિએન્ટ ના એક લાખ કેસ?!
અમેરિકાના પ્રમુખ જાે.બાઈડેન અને ઉપ-પ્રમુખ કમલા હેરિસે વેક્સિન અભિયાન જાતે હાથ ધરીને ડોર-ટુ-ડોર વેક્સિ કરણ હાથ ધર્યું જ્યારે ભારતમાં સંસદ સભ્ય નકલી વેક્સિન ના ભોગ બની રહ્યા છે?!
પશ્ચિમ બંગાળની (West Bengal) સંસદ સભ્ય અને બાંગ્લા સ્ટાર અભિનેત્રી મિમી ચક્રવર્તી એ (Mimi Chakraborty) કથિત રીતે નકલી વેક્સિનનો ભોગ બની છે અને તેની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે!
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા) તસવીર બ્રિટનની સંસદ ની છે.જ્યારે ડાબી બાજુ ની તસ્વીર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેહ્ન્સનની છે જ્યારે જમણી બાજુથી પ્રથમ તસવીર અમેરિકાના પ્રમુખ જાે.બાઈડેન ની છે અને ઉપપ્રમુખ કમલા હેરિસ ની છે અત્રે ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે બ્રિટનમાં લંન્ડન માં પચાસ વર્ષથી વધુ વયના ૮૩ ટકાથી વધુ લોકોએ વેક્સિન લીધી છે
અને બંને ડોઝ પૂરા કર્યા છે અને બીજા ક્ષેત્રોમાં કાર્યરત લોકો પૈકી ૯૦ ટકા લોકોએ વેક્સિન ના બંને ડોઝ લીધા હોવાનો અહેવાલ છે! છતાં બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ ના એક જ અઠવાડિયામાં ૩૫,૨૭૪ કેસ મળ્યા છે અને કુલ ૧,૧૧,૧૫૭ દર્દીઓ મળી આવ્યા છે!! ભારતમાં ડેલ્ટા વેરિયન્ટ ના કેસો વધતા જાય છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે દુનિયાએ રસી લઈને પણ કોઈ સલામત તો નથી જ! બીજી તરફ અમેરિકામાં વેક્સિનની અછત નથી!
અમેરિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા ને હજુ એક વર્ષ પૂર્ણ નથી થયું છતાં અમેરિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અમેરિકામાં રસિકરણ અભિયાન ડરાવી, ધમકાવીને નહીં પણ જાતે અનેક રાજ્યોમાં પ્રચાર અભિયાનમાં નીકળી પડી ને ડોર ટુ ડોર વેક્સિન અભિયાન છેડયું છે! અમેરિકામાં ટ્રમ્પના સમયથી આજદિન સુધી માં છ લાખ અમેરિકનો ગુમાવ્યા છે છતાં બધા વેક્સિન લેતા નથી! અમેરિકામાં ૪ જુલાઈ ૨૦૨૧ એ સ્વતંત્ર દિવસ છે!
અમેરિકામાં વેક્સિન પ્રેરિત અભિયાન ચાલે છે ભારતમાં અનેક સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો છે તેઓ જાે અમેરિકા જેવો અભિયાન ચલાવી વેક્સિન ની સમજ આપે તો જ પરિણામ આવી શકે પરંતુ અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં પણ રસીકરણ અભિયાન સ્વૈચ્છીક હોવાનું મનાય છે
અને વેક્સિન ફક્ત તમને કોરોના સામે લડવાની તાકાત આપે છે! કોરોના થી મુક્તિ નથી આપતી આ સત્ય વિશ્વ ના લોકશાહી દેશોની સરકાર પ્રચારમાં કહે છે હવે શરીરની રોગપ્રતિકારક શક્તિ કઈ દવાથી વધારવી અને કઈ રીતે પોતાની જાતને બચાવવું એ લોકોને સ્વતંત્રતા અપાઈ નથી? કથિત વિશ્વગુરુ ભારતે આ સમજવું પડશે
***************
અમેરિકાના જાણીતા પત્રકાર ડી.સી ફોર્બ્સે કહ્યું છે કે “જેમણે પોતાના આત્માના ભોગે કરોડોની કમાણી કરી હોય એ હારેલો છે”!! જ્યારે અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને કહ્યું છે કે “મને એ વાતનું ગૌરવ છે કે મેં એક પણ શોધ કોઈની હત્યા કરવાના હથિયાર ની નથી કરી”!! કોરોના મહામારી ની બીજી લહેર પતિ નથી ત્યાં “કોરોના ડેલ્ટા વેરિયન્ટ” ના કેસો ફેલાવા માંડયા છે! અને કોરોના ની ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે!
ભારતમાં કોરોના કથિત રીતે ફરી માથું ઉચકી રહ્યો છે અને ભારતમાં વેક્સિન એકમાત્ર ઇલાજ હોવાનું સરકાર કહી રહી છે ને બધાને વેક્સિન લેવાની સૂચના અપાઇ રહી છે! ત્યારે અમેરિકાના પ્રમુખ જાે.બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસના નેતૃત્વ હેઠળ વેક્સિન પ્રચાર અભિયાન છેડાયું છે અને ૭૫ વર્ષના પ્રમુખ જાે.બાઈડેન પ્રજા વચ્ચે ફરી રહ્યા છે! અને ડોર ટુ ડોર રસીકરણ અભિયાન છેડયું છે! તેમાંથી ભારતે શીખ લેવાની જરૂર છે
ભારતની મહિલા સંસદસભ્ય અને બંગલા સુપરસ્ટાર અભિનેત્રી મિમી ચક્રવર્તી કોરાનાની કથિત નકલી વેક્સિન નો ભોગ બનતા સારવાર હેઠળ?! ત્યારે સામાન્ય માનવીનું શું થશે?!
જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ એલ વેજનરે સરસ કહ્યું છે કે “આપણે વૈજ્ઞાનિકો એવા ન્યાયધીશો છીએ જેમણે બચાવ કરવામાં નિષ્ફળ ગયેલા આરોપી સામે સાંયોગિક પુરાવાઓના આધારે સત્ય શોધીને ન્યાય તોળવાનો છે”!!
ભારતમાં એક તરફ સરકાર “વેક્સિન અભિયાન” ચલાવે છે ત્યારે એક ચોંકાવનારી ચકચારી હકીકત એ બહાર આવી છે કે પશ્ચિમ બંગાળની સંસદ સભ્ય અને બાંગ્લા સુપરસ્ટાર અભિનેત્રી મિમી ચક્રવર્તી એ કથિત રીતે નકલી વેક્સિનનો ભોગ બની છે અને તેની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે! વેક્સિન નકલી છે કે સાચી એ તપાસનો મુદ્દો છે પરંતુ વેક્સિનની આડેસરમાં ક્યારેક કોઈની જાન જઈ શકે છે!! અને સંસદ સભ્ય જેવા નકલી વેક્સિનનો ભોગ બને તો સામાન્ય માનવીનું શું થશે આ મુદ્દો હળવાશથી લઈ શકાય નહીં