બ્રિટનમાં વધુ એક વાયરસ દેખા દીધી, લાસા વાયરસ
લંડન, કોરોના વાયરસના બે વર્ષના કપરાકાળ બાદ હજી મક્કમતાથી કોરોના વાયરસ સામે માનવજગત લડતા શીખ્યું છે ત્યાં વધુ એક મહામારીએ દેખા દીધી છે.
બ્રિટનમાં લાસા(Lassa) નામના વાયરસનો કેસ સામે આવ્યો છે, જેમાં ત્રણ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આ બિમારીની ભયાનકતા ત્યારે સમજાશે જ્યારે તમને ખબર પડશે કે ત્રણ સંક્રમિતોમાંથી કમનસીબી એકનું મોત પણ થયું છે.
જો કે આ વાઈરસ હજુ સુધી કેટલાક આફ્રિકન દેશો સિવાય ક્યાંય પહોંચ્યો નથી પરંતુ બ્રિટન માં જોવા મળતા કેસ બાદ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. આ વાયરસથી લાસા રોગ થાય છે, જેનો આજદિન સુધી કોઈ ઈલાજ નથી.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર આ રોગ પહેલીવાર 1969માં પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરિયાના લાસા નામના સ્થળે જોવા મળ્યો હતો. તેની જાણ ત્યારે થઈ જ્યારે આ બીમારીને કારણે બે નર્સના મોત નીપજ્યાં હતા. લાસા વાયરસના ચેપમાં તાવ એ પ્રાથમિક લક્ષણ છે. તે ઉંદરોમાંથી માણસોમાં પસાર થાય છે. તેને સિયરા લિયોન, નાઇજીરીયા, ગિની અને લાઇબેરિયામાં મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે.
સગર્ભા સ્ત્રીઓ પર Lassa વાયરસની સૌથી વધુ અસર જોવા મળી છે. સીડીએસના જણાવ્યા અનુસાર, આવી મહિલાઓમાં ખાસ કરીને જ્યારે ગર્ભાવસ્થા ત્રીજા ત્રિમાસિકમાં હોય ત્યારે લાસા વાયરસનો ચેપ વધુ જોવા મળે છે.
લાસા વાયરસના ચેપ પછી દર્દીને 1 થી 3 અઠવાડિયા સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. આ પછી પણ લક્ષણો ખૂબ જ માઈલ્ડ હોય છે. જેને લોકો સામાન્ય તાવ સમજીને અવગણે છે. હળવા લક્ષણો(Lassa Symptoms)માં તાવ, થાક, નબળાઈ, માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આ પછી ગંભીર સ્થિતિમાં, દર્દીને ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. આ સિવાય ચહેરા પર સોજો અને કમર, છાતી, પેટમાં દુખાવો થવા લાગે છે. ખૂબ જ કપરી સ્થિતિમાં દર્દીને રક્તસ્રાવ પણ શરૂ થાય છે.
આ વાયરસની અસર 1 થી 3 અઠવાડિયા પછી આવે છે. તેથી જો લક્ષણો દેખાયાનાં બે અઠવાડિયા પછી જટિલતા લાગે,તો મૃત્યુનું જોખમ પણ વધે છે. આ રોગથી મૃત્યુદર ઓછો હોવા છતાં, આ રોગની સામાન્ય ગૂંચવણ બહેરાશ છે. કેટલાક દર્દીઓમાં કાયમી બહેરાશ પણ આવી જાય છે.
આ રોગ ઉંદરો દ્વારા ફેલાય છે તેથી હંમેશા ઉંદરોથી દૂર રહો. ખોરાકને ક્યારેય ઉંદરોના સંપર્કમાં આવવા દેવો જોઈએ નહીં. જે વિસ્તારમાં બીમારી છે તે સિવાય પણ અન્ય સ્થળોએથી ઉંદરને પણ ભગાડવા જોઈએ જ્યાં આ રોગ છે.
યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર આ રોગનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી. કેટલાક દર્દીઓએ વધારે ગૂંગલામણ અનુભવાની ફરિયાદો મળી છે જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી બને છે. જોકે હોસ્પિટલ પહોંચતા દર્દીઓમાંથી 15% મૃત્યુ પામે છે.