Western Times News

Gujarati News

બ્રિટનમાં હવે મળ્યો કોરોનાનો ત્રીજો નવો સ્ટ્રેન

લંડન, ભારત સહિત સમગ્ર દુનિયા પર કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોનાની રસી હજુ શોધાઇ નથી ત્યાં બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન (પ્રકાર) સામે આવ્યો. હજુ તો દુનિયાન કોરોનાના આ નવા સ્ટ્રેનને સમજે તે પહેલા જ કોરોનાનો ત્રીજો સ્ટ્રેન સામે આવ્યો છે. વાયરસનો આ ત્રીજો સ્ટ્રેન દક્ષિણ આફ્રિકાથી બ્રિટન આવેલા બે લોકોમાં જોવા મળ્યાં છે.

કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્રીજો સ્ટ્રેન સામે આવ્યાં બાદ બ્રિટને દક્ષિણ આફ્રિકા સાથેના પરિવહન પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દિધો છે. બ્રિટનના સ્વાસ્થ્ય સેક્રેટરી મૈટ હૈનકોકે જણાવ્યું કે કોરોનાનો ત્રીજો સ્ટ્રેન વધારે ચિંતાજનક છે. બંને દર્દીમાં જોવા મળેલા વાયરસના નવા સ્વરૂપ પહેલા અને બીજા સ્ટ્રેન કરતા વધારે સંક્રમક છે.

બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનને કોરોનાનો ત્રીજો પ્રકાર જણાવામાં આવે છે. આ પહેલા કોવિડ-19 અને vu20202102 એ લોકોની ચિંતા વધારી હતી. વાયરસના આ નવો પ્રકાર પહેલાના વાયરસ કરતા 70 ટકા વધુ ઘાતક જણાવામાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.