બ્રિટને આખરે કોવિશીલ્ડને પોતાના પ્રવાસ નિયમોમાં માન્યતા આપી
નવીદિલ્હી, ભારત તરફથી બનાવવામાં આવેલું દબાણ કામ કરી ગયુ. બ્રિટનને આખરે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી રસી કોવિશીલ્ડને પોતાના પ્રવાસ નિયમોમાં માન્યતા આપી છે. પરંતુ સાથે એક પેચ પણ લડાવ્યો છે.
હકિકતમાં હજું પણ બ્રિટન જનારા ભારતીયોને ક્વોરેન્ટાઈન રહેવું ફરજિયાત છે. બ્રિટને પોતાની ટ્રાવેલ પોલિસીમાં ફેરફાર કરી કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે. પરંતુ તેમણે ભારતના રસી સર્ટિફિકેટને મંજૂરી નથી આપી જેના કારણે જમીની સ્તર પર ભારતીય પ્રવાસીઓ માટે કોઈ ખાસ ફેરફાર નહીં થાય.
નવી ગાઈડલાઈન મુજબ એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વજેવરિયા અને મોર્ડના ટકીડાના ફોર્મૂલેશનને માન્યતા આપવામાં આવી છે. પરંતુ કોવિશીલ્ડના બન્ને ડોઝ લેનારા પ્રવાસીઓને ૧૦ દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ ફરજિયાત છે. બ્રિટન સરકારે કહ્યું કે તે રસી સર્ટિફિકેટની માન્યતાને લઈને ભારતની સાથે મળીને કામ કરી રહી છે.
બ્રિટનના નવા નિયમ મુજબ કોવિશીલ્ડ રસી લેનારાને રસી લીધેલા નહોતા મનાઈ રહ્યા. જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી મેળવનારને માન્યતા આપવામાં આવી હતી જેને કારણે વિવાદ જન્મ્યો હતો. આ બાદ ભારત સરકારે મંગળવારે કહ્યું હતુ કે બ્રિટનને કોવિશીલ્ડને માન્યતા નહીં આપીને ભેદભાવ પૂર્ણ વલણ અપનાવ્યું છે અને જાે આનું કોઈ સમાધાન નહીં કાઢવામાં આવે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
બ્રિટનને ટ્રાવેલ સંબંધમાં હાલ લાલ, એમ્બર અને લીલા રંગની એમ ૩ અલગ અલગ યાદી બનાવી છે. ખતરા અનુસાર અલગ અલગ દેશોને અલગ અલગ યાદીમાં રાખ્યા છે. જાે કોઈ દેશ રેડ લિસ્ટમાં છે તો ત્યાંથી આવનારા લોકોને ૧૦ દિવસ હોટેલ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે.
આ સમાપ્ત થાય તેના ૨ દિવસ પહેલા તેનો કોરોના ટેસ્ટ થશે અને જે લોકોએ બે ડોઝ લઈ લીધા છે તેમને પણ આ નિયમો માનવા પડશે. નિયમ ભંગ કરનારને ૧૦ હજાર પાઉન્ડનો દંડ છે. તેમજ જાે કોઈ આરટીપીસીઆર ટેસ્ટ વગર બ્રિટન આવે છે તો તેને ૫ હજાર પાઉન્ડનો દંડ છે.
બ્રિટને એલાન કર્યું છે કે ૪ ઓક્ટોબરથી હવે ફક્ત તેનું રેડ લિસ્ટ રહેશે એટલે કે તમામ યાદીને ભેળવી દેવામાં આવશે. આ યાદીમાં રહેલા લોકોને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. જે રેડ લિસ્ટમાં નહીં હોય તેઓ માટેના નિયમો રસીકરણ સ્ટેટસ પર ર્નિભર કરશે છે. બ્રિટને જે રસીને માન્યતા આપી છે તેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોનેટેક, મોર્ડના અથવા જાેનસન એન્ડ જાેનસનની રસી સામેલ છે.
ભારતમાં મોટાભાગે લોકોએ કોવિશીલ્ડ રસી લીધી છે. આ બ્રિટનના એસ્ટ્રાજેનેકા રસીનું જ ભારતીય વર્ઝન છે. આને સીરમે બનાવી છે. તેમ છતાં ભારતને આ યાદીથી બહાર રાખવું ભેદભાવ પૂર્ણ મનાઈ રહ્યું.HS