બ્રિટન કરતા દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના સ્ટ્રેન વધારે ખતરનાક
લંડન, બ્રિટનના સ્વાસ્થ્ય સચિન મૈટ હૈનકોકે સોમવારે કહ્યું કે દક્ષિણ આફઅરિકામાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેન કરતા વધારે ખતરનાક અને ચેપી. તેમણે એક બ્રિટીશ રેડિયો ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે હું દક્ષિણ આફ્રિકાના નવા સ્ટ્રેન વિશે ઘણો ચિંતિત છુ. તેના કારણે જ અમે દક્ષિણ એમેરિકાથી આવતી તમામ ફ્લાઇટો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
દક્ષિણ અમેરિકામાં મળેલા નવા સ્ટ્રેન બ્રિટનના સ્ટ્રેન કરતા વધારે મોટી સમસ્યા છે. તો બીજી તરફ એક મીડિયા રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રિટનના વિજ્ઞાનીઓને આશા છે કે દક્ષિણ આફ્રિકમાં મળેલા કોરોના સ્ટ્રેન સામે કોરોના વેક્સિન કારગત છે. જો કે આ વાતના તેમની પાસે કોઇ સબૂત નથી. સરકારના એક વૈજ્ઞાનિક સલાહકારના જણાવ્યા પ્રમાણે બ્રિટનના સ્વાસ્થ્ય સચિવની ચિંતાનું કારણ એ છે કે તેમને એવું લાગી રહ્યું છે કે કોરોના વેક્સિન દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા સ્ટ્રેન ઉપર ટલી કારગત નથી, જેટલી બ્રિટનમાં મળેલા સ્ટ્રેન ઉપર છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ગયા મહિને કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા છે. આ સ્ટ્રેન વધારે જોખમી અને અનેક ગણો ચેપી છે. જેના કારણે ત્યાં કોરોના કેસની સંખ્યામાં અને મોતની સંખ્યામાં વધારો થયો છે. જેને ધ્યાને લઇને બ્રિટીશ સરકારે કડક લોકડાઉન પણ લાગુ કર્યુ છે.