બ્રિટન માટેની ઉડાનો પરનો પ્રતિબંધ અચોક્કસ મુદત માટે લંબાયો

નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, તેમાં મંત્રાલય દ્વારા એ જણાવવામાં આવ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવવાનાં કારણે બ્રિટન માટેની ઉડાનો પર હંગામી ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંત્રાલયએ દેશમાં વેક્સિનનાં ટ્રાન્સપોર્ટ અંગે માહિતી આપી.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યાનાં કારણે બ્રિટન માટેની ફ્લાઇટ પર અચોક્કસ મુદત માટેનો પ્રતિબંધ વધુ સમય માટે લંબાવવા અંગે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે મને લાગે છે કે આ હંગામી પ્રતિબંધ હજું લાંબા સમય સુધી રહેશે.
કોવિડ-19 વેક્સિનનાં પરિવહનમાં એર ઇન્ડિયાનાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સચિવ પ્રદિપસિંહ ખરોલાએ કહ્યું કે હજું સુંધી અમારી સમક્ષ ઘણા પ્રકારનાં પ્રસ્તાવોથી રૂચી દર્શાવવામાં આવી છે, તેમણે કહ્યું કે આ પ્રક્રિયાનાં આગામ પગલામાં, યોગ્ય બોલી લગાવનારાઓને પ્રસ્તાવો રજુ કરવા માટે કહેવામાં આવશે.
વેક્સિનનાં પરિવહન અંગે મંત્રાલયએ કહ્યું કે આ કામમાં એરલાઇન્સ સહિત તમામ ભાગીદારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, વેક્સિન અંગે સમગ્ર વિવરણ જાણ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ફાર્માસ્યૂટિકલ્સ વિભાગ માટે યોગ્ય સંચાલન પ્રક્રિયા તૈયાર કરશે, તેના માટે વિસ્તૃત એલઓપી નક્કી કરવામાં આવશે.