બ્રિટિશ કોર્ટે નીરવ સામેના ભારતીય પુરાવાનો સ્વીકાર કર્યો
નવી દિલ્હી, ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદીને દેશમાં પ્રત્યર્પણ કરવાની દિશામાં ભારતીય અધિકારીઓને વધુ એક સફળતા મળી છે. બ્રિટિશ કોર્ટે નીરવ સામેના પુરાવાનો સ્વીકાર કર્યો છે.
આ નિર્ણય પહેલાં જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજીએ વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા રજૂ કરેલા કેટલાક સાક્ષીઓનાં નિવેદનોને સ્વીકારવા સામે અને એની તરફેણમાં દલીલો સાંભળી હતી. નીરવ મોદીના 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
હવે બંને પક્ષ આગામી વર્ષે 7 અને 8 જાન્યુઆરીએ અંતિમ ચર્ચા કરશે. નીરવના વકીલ ક્લેયર મોન્ટગોમરી ક્યુસી દ્વારા કેસની સુનાવણી દરમિયાન ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી રવિ શંકરન સાથે સરખામણી કરતાં તેમણે ભારતની દલીલો સામે વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.